ફ્લિપકાર્ટમાં ક્યુઅલકોમ સ્નેપડ્રેગન ડેઝ સેલનું આયોજન કરવામાં આવ્યું છે. આ હેઠળ સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ અને ઑફર્સ આપવામાં આવી છે જે હવે 31 માર્ચ સુધી ચાલુ રહેશે. આ દરમિયાન તમે Poco F1, Realme 2 Pro, Asus ZenFone 5Z, Motorola One Power, Redmi Note 6 Pr અને Vivo V11 Pro જેવા સ્માર્ટફોન ખરીદી શકો છો. સાથે જ નો કોસ્ટ ઇએમઆઇ અને એક્સચેન્જ ઓપર્સનો ફાયદો પણ ગ્રાહકોને મળશે.