જો તમે સ્માર્ટફોન (Smartphone) ખરીદવાનું વિચારી રહ્યાં છો તો તમારી પાસે એક સરસ ઓફર છે. તાજેતરમાં Poco X3 પ્રો (Poco X3 Pro) સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવ્યો છે. Poco X3 પ્રો ફોનની પ્રારંભિક કિંમત 18,999 રૂપિયા છે. કંપનીએ આ ઇવેન્ટમાં પોકો એફ 1 સ્માર્ટફોન માટે વિશેષ ઓફર શરૂ કરી છે. આ સિવાય આઈસીઆઈસીઆઈ બેંક (ICICI Bank) ક્રેડિટ કાર્ડ અને ઇએમઆઈ (EMI) ટ્રાન્ઝેક્શન પર 1000 રૂપિયાની વધારાનું ઇન્સટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે.
જે પછી પોકો એફ 1 સ્માર્ટફોનના 6 જીબી રેમ + 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 11,999 રૂપિયા થઈ ગઈ છે અને 8 જીબી રેમ + 128 જીબી સ્ટોરેજ વેરિએન્ટની કિંમત 13,999 રૂપિયા છે. આઈસીઆઈસીઆઈ બેંક ક્રેડિટ કાર્ડ અને ઇએમઆઈ ટ્રાન્ઝેક્શન પર બંને વેરિએન્ટ પર 1000 રૂપિયાની વધારાની ઇન્સટન્ટ ડિસ્કાઉન્ટ પણ મળી રહ્યું છે. જે બાદ ફોન વધારે સસ્તો થઇ જશે.
Poco X3 પ્રો સ્માર્ટફોનમાં 6.7 ઇંચની FHD+ LCD ડિસ્પ્લે છે, જે 120 હર્ટ્ઝ રિફ્રેશ રેટ, 240 હર્ટ્ઝ ટચ રિસ્પોન્સ, 45 નાઇટ બ્રાઇટનેસ અને ગોરીલા ગ્લાસ 6 પ્રોટેક્શન સાથે આવે છે. ફોનમાં ક્યુઅલકોમ સ્નેપડ્રેગન 860 પ્રોસેસર છે, જે 8 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ સાથે આવે છે. ફોનમાં 5,160mAhની બેટરી અને 33Wનું ચાર્જિંગ છે. સ્માર્ટફોનમાં ક્વાડ રીઅર કેમેરા સેટઅપ છે, જેનું મુખ્ય લેન્સ 48 એમપી છે. આ સિવાય 8 એમપી સેકન્ડરી લેન્સ અને 2 એમપી લેન્સ આપવામાં આવ્યા છે. ફ્રન્ટમાં 20 એમપી કેમેરા છે.