Paytmનો ઉપયોગ ઝડપી વધી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો પેમેન્ટ કરવા માટે Paytmનો ઉપયોગ કરે છે. પૈસા મોકલવાની સાથે-સાથે તમે યૂટિલિટી બિલ્સ(વિજળી, પાણી, મોબાઈલ બિલ)નું પેમેન્ટ પણ Paytmથી કરી શકો છો. બિલ પેમેન્ટ પર Paytm તમને કેશબેક પણ આપે છે. આ સિવાય Paytm પર મોબાઈલ -DTH રિચાર્જ, મૂવી, બસ ટિકિટના બુકિંગ સાથે-સાથે શાનદાર ડીલ્સ પણ મેળવી શકો છો. અમે તમને Paytmની 5 ખાસ વાત જણાવીશું જે તમને ફાયદો કરાવશે.
Paytm Payments બેંક - Paytmની Payments બેંક કોઈ પણ ઓપનિંગ ચાર્જ (ખાતુ ખોલાવવા માટે કઈ પણ ચાર્ડ નહી) અને જીરો બેલેન્સની સગવડ સાથે સેવિંગ એકાઉન્ટ ખોલવાની સુવિધા આપે છે. ખાતાધારક પોતાના ખાતામાં 1 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકો છો, અને Rupay ડેબિટ કાર્ડ અને રિયલ ટાઈમ અપડેટેડ પાસબુકની સુવિધાનો લાભ ઉઠાવી શકો છો.
Paytm Gold<br />Paytm ગોલ્ડ - Paytm દ્વારા તમે ગોલ્ડમાં રોકાણ કરી શકો છો. Paytmની આ સુવિધામાં તમે તમારા બજેટ અનુસાર ગોલ્ડ ખરીદી શકો છો. એટલે કે તમે ગમે તેટલા રૂપિયાનું સોનું ખરીદી શકો છો. તમે જાહેર રજાના દિવસે પણ ઓનલાઈન ખરીદી અને વેચવાનું કામ ઓનલાઈન કરી શકો છો. તમે તમારા ફોનથી આ બધા કામ કરી શકો છો.