ફેસ્ટિવ સીઝન શરૂ થવાની સાથે જ ઓફર્સની ભરમાર પણ શરૂ થઇ જાય છે. ફ્લિપકાર્ટ, એમોઝોનની સાથે Paytm પણ એટ્રેક્ટિવ ઓફર્સ લઇને આવી રહ્યું છે. કંપનીએ 9થી 15 ઓક્ટોબર સુધી Maha Cashback Saleની જાહેરાત કરી છે. જેમા કસ્ટમર્સને નવી શાનદાર ઓફર્સ આપવામાં આવશે.
2/ 6
સાત દિવસ સુધી ચાલનારી આ સેલમાં ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. સાથેજ કસ્ટમર્સને ICICI બેંકનાં ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર 10% સુધીનું એડિશનલ ડિસ્કાઉન્ટ પણ મળશે.
3/ 6
Paytm 2થી 6 વાગ્યાની વચ્ચે સ્પેશલ ફ્લેશ સેલનું આયોજન કરશે. માહિતી મુજબ દાવો કરવામાં આવ્યો છે કે, સેલમાં દરરોજ નવી પ્રોડક્ટ રજુ કરવામાં આવશે. જેને 1 રૂપિયામાં ખરીદી શકવાની તક મળશે.
4/ 6
તેમાં 'Golden hours Price drop'નું સેક્શન પણ રાખવામાં આવશે જે રાત્રે 8 વાગ્યાથી અડધી રાત સુધી રહેશે. જેમાં પ્રોડક્ટનો ભાવ ખુબજ ઓછો હશે. ગ્રાહકને ફાયદો થશે.
5/ 6
સેલ દરમિયાન no cost EMIનો ઓપ્શન પણ આપવામાં આવશે. એટલું જ નહીં તેમાં 12,000 રૂપિયાનું કેશબેક અને એક્સચેન્જ ઓફર હેઠળ ફોન 21,000 સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.
6/ 6
સેલમાં iPhone X પર 12,000 રૂપિયામાં ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. તે ઉપરાંત Vivo V7 પર 2,000 સુધી કેશબેક ઓફર અને Vivo V11 Pro પર 3000 રૂપિયા સુધી એક્સચેન્જ ઓફર આપવામાં આવે છે. એક્સચેન્જ ઓફર હેઠળ Oppo F9 Pro પર 3000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.