

નવી દિલ્હીઃ ગૂગલ પ્લે સ્ટોર (Google Play Store) ઉપરથી થોડા કલાકો માટે હટાવી લીધા બાદ મોબાઈલ વોલેટ એપ્લિકેશન પેટીએમ (Paytm Android App) એક વાર ફરીથી પ્લેટફોર્મ ઉપર પરત આવી ચૂકી છે. પેટીએમએ ટ્વીટ કરીને શુક્રવારે સાંજે આ અંગે જાણકારી આપી હતી.


આ પહેલા ગૂગલ પ્લે સ્ટોરે પેટીએમ એપને આ એપ થકી ગેંબ્લિંગ કરવાના આરોપમાં પ્લેટફોર્મમાંથી હટાવી દીધી હતી. ગૂગલ પ્લે સ્ટોરનું કહેવું હતું કે, તે ગેંબલિંગ એપનું સમર્થન નથી કરતી. જુગાર અંગેના નિયમોનું ઉલ્લંઘન કરવાના કારણે પેટીએમ એપને હટાવવામાં આવી હતી.


થોડા કલાકો પહેલા પેટીએમએ યુધર્સને આશ્વાસન આપ્યું હતું કે, તેઓ ગૂગલ સાથે મળીને આ સમસ્યાનું કામ કરી રહ્યા છે. યુઝર્સના પેટીએમ વોલેટમાં પડેલા પૈસા સંપૂર્ણ પણે સુરક્ષિત છે.


પેટીએમએ કહ્યું કે અમે તાજેતરમાં અમારી કંઝ્યુમર એપ ઉપર ‘Paytm Cricket League’ ને લોન્ચ કરી હતી. આ ગેમ ગ્રાહકોને ક્રિકેટ પ્રત્યે જુસ્સામાં એન્ગેજ થવા અને કેશબેક જીતવા માટે હતી. આ ગેમ અંતર્ગત યુઝર્સ દરેક ટ્રાન્જેક્શન માટે ખેલાડીઓના સ્ટીકર્સ પ્રાપ્ત કરે છે. આને કલેક્ટ કર્યા બાદ તેને કેશબેક મળે છે.


પેટીએમએ કહ્યું કે શુક્રવારે બપોરે ગૂગલ તરફથી જાણકારી આપવામાં આવી હતી કે ગેબલિંગ સંબંધી કેટલાક નિયમોના ઉલ્લંઘના આરોપમાં પ્લે સ્ટોર આ એપને હટાવવા જઈ રહ્યા છે. આ કારણે પેટીએમ એન્ડ્રોઈડ એપને ગૂગલ પ્લે સ્ટોરમાંથી અનલિસ્ટ કરી દીધી હતી.