Google Play Store દ્વારા લોકપ્રિય મોબાઇલ પેમેન્ટ એપ Paytm હટાવવામાં આવ્યું છે. પણ Paytm સર્ચ કરવા પર કંપનીના અન્ય એપ્સ Paytm for business, paytm money, paytm mall હજી પણ Play store પર ઉપલબ્ધ છે. આ સિવાય Apple App Store પર અમે તેને ચેક ક્યું તો ત્યાં પણ તેને ડાઉનલોડ આ લેખ લખાયો ત્યાં સુધી કરી શકાતું હતું. ત્યારે હવે સવાલ તે છે કે શું તેનો ઉપયોગ કરી શકાશે કે કેમ?
ગૂગલ તેને પ્લે સ્ટોર પરથી દૂર કરવાનું કારણ આપતા જણાવ્યું છે કે ભારતમાં ઓનલાઇન કસિનો અને ખેલો પર સટ્ટાબાજી કરતા એપ્સને છૂટ નથી આપવામાં આવી. આ મામલે પેટીએમ સતત પ્લે સ્ટોરના નિયમોનુ ઉલ્લંધન કરી રહી હતી. ઉલ્લેખનીય છે કે પેટીએમ ભારતની સૌથી મોટું સ્ટાર્ટઅપ છે. અને તેનો દાવો છે કે તેની પાસે 5 કરોડ મંથલી એક્ટિવ યુઝર્સ છે. એક બીજાથી પૈસા ટ્રાંસફર કરવાની સુવિધા આપનાર પેટીએમ એપને આજે જ પ્લે સ્ટોરમાંથી દૂર કરવામાં આવ્યું છે.