

ઓટો સેક્ટર આ સમયે ખરાબ રીતે પસાર થઇ રહ્યું છે, કાર બજારથી લઇને ટુ- વ્હીલર સુધી મંદીનું ગ્રહણ લાગી ગયું છે, કંપનીઓ તેના સેલને વધારવા માટે નવી-નવી ઓફર્સ લઇને આવે છે, ટીવીએસ મોટરે તેના ગ્રાહકો માટે ખૂબ જ ખાસ ઓફર આપી છે, જેનાથી કંપનીની બાઇક ખરીદવાનું સરળ બનાવી દીધુ છે. ચાલો જાણીએ.


એન્ટ્રી લેવલ સેગમેન્ટમાં TVS Sport એ ખૂબ જ લોકપ્રિય મોડેલ છે અને હવે આ બાઇક ખરીદવું વધુ સરળ છે, કંપનીએ બાઇક પર ખાસ ડાઉન પેમેન્ટ ઓફર કર્યું છે. આ ઓફર વિશેની માહિતી ટીવીએસ મોટરની સત્તાવાર વેબસાઇટ પર મળી આવશે. ગ્રાહકોએ રૂ. 4,999 નું ઓછુ ડાઉનપેમેન્ટ આપવું પડશે અને બાકીની રકમ સરળ ઇએમઆઈમાં ચૂકવી શકો છો. ટીવીએસ સ્પોર્ટની કિંમત 37 હજાર રૂપિયાથી શરૂ થાય છે. જે લોકોનું બજેટ ઓછું છે તેના માટે આ સારી તક છે.


આ ઉપરાંત પેટએમએમ મારફત બાઇક ખરીદ્યા પછી પણ ઓછુ ડાઉન પેમેન્ટ ઓફર મળશે. તમે રૂ. 4,999 નું ડાઉન પેમેન્ટ આપીને આ બાઇક લઈ શકો છો. સાથે જ તમને જીરો પ્રોસેસિંગ ફી તેમજ રૂ. 7000 સુધીનો ફાયદો પણ મળશે. વધુ માહિતી માટે તમે પેટીએમ વેબસાઇટની મુલાકાત લઈ શકો છો અને વિગતો લઈ શકો છો.


TVS Sport માં 99.7નું સિંગલ સિલિન્ડર, એર-કૂલ્ડ એન્જિન છે. જે 7.4 બીએચપી મહત્તમ શક્તિ અને 7.5Nm ની ટોર્ક જનરેટ કરે છે. તેનું એન્જિન 4 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સથી સજ્જ છે. એક લીટરમાં આ બાઇક 95 કિલોમીટર માઇલેજ ચાલે છે.


ટીવીએસ સ્પોર્ટની સીધી ટક્કર ઇએલએસ બજાજ સીટી 100, હિરો એચએફ ડિલક્સ જેવી બાઇકો સાથે થશે. જો તમે દરરોજ 60 થી 70 કિલોમીટર મુસાફરી કરો છો, તો તમે આ બાઇકને પસંદ કરી શકો છો કારણ કે તેની કિંમત અને માઇલેજ મુજબ ખૂબ જ આર્થિક રીતે પરવળે તેમ છે. કંપની આ બાઇક પર 5 વર્ષની વોરન્ટી પણ ઓફર કરી રહી છે.