આ પંખામાં કુલરની જેમ 4.5 લિટરની ટાંકી આપવામાં આવી છે. યુઝર્સે તેમાં પાણી ભરવાનું રહેશે. આ લગભગ 8 કલાક ચાલશે. આ પંખો આ હેતુ માટે બનાવવામાં આવ્યો છે. જેથી ગ્રાહકો આરામથી સૂઈ શકે. કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે પંખાને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે તે ઓછી પાવર વાપરે છે. એટલે કે તે કુલર કે એસી કરતા ઓછો પાવર વાપરે છે. કંપનીએ દાવો કર્યો છે કે 8 કલાક ચાલ્યા બાદ 1 યુનિટનો ખર્ચ થશે.