ચીનની સ્માર્ટફોન ઉત્પાદક કંપની ઓપ્પોએ ગયા મહિને ભારતમાં બે સ્માર્ટફોન Oppo Reno અને Oppo Reno 10x Zoom લોન્ચ કર્યા હતા. અત્યાર સુધી આ બે ફોનનું વેચાણ થયુ નથી, એટલે આજે તેનો સેલમાં વેચાણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઓપ્પો રેનો અને ઓપ્પો રેનો 10X ઝૂમનો સેલ શરુ થઇ ચુક્યો છે. તેને એમેઝોન ઇન્ડિયાથી ખરીદી શકાય છે.
ઓપ્પો રેનોની કિંમત ભારતમાં 32,999 રુપિયા છે. આ કિંમતમાં તમને 8GB રેમ સાથે 128 GB સ્ટોરેજ મળશે, આ ફોન ફક્ત જેટ બ્લેક કલર વેરિએન્ટમાં જ જોવા મળશે. ઓપ્પો રેનો 10x ઝૂમની કિંમત વિશે વાત કરીએ તો આ ફોનના 6 જીબી + 128 જીબીની કિંમત 39,990 રૂપિયા અને 8 જીબી + 256 જીબીની કિંમત 49,990 રૂપિયા છે. ઓપ્પોએ કહ્યું છે કે ઓપ્પો રેનો 10x ઝૂમનું 6 જીબી રેમ વેરિઅન્ટ ફ્લિપકાર્ટમાંથી વેચવામાં આવશે. તમને આ ફોન ઓશન બ્લુ અને જેટ બ્લેક કલર વેરિઅન્ટમાં મળશે.
OPPO Reno 10x Zoomની ડિઝાઈન ઘણી પ્રીમિયમ છે ,જે આ ફોનને અટ્રેક્ટિવ બનાવે છે. તેની ડિઝાઇન પર ઘણું કામ કરવામાં આવ્યું છે. ફોનના બ્લેક પેનલ પર ખૂબ જ સુંદર ગ્લાસ સાથે ગન મેટલ ફિનિશ આપવામાં આવી છે. OPPO Reno 10x Zoomમાં 6.6 ઇન્ચની ફુલ HD+ પનોરમિક AMOLED ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. જેનો આસ્પેક્ટ રેશિયો 19.5:9 છે. આ ડિવાઇસમાં ગોરિલ્લા ગ્લાસ 6 સ્ક્રીનનું પ્રૉટેક્શન આપવામાં આવ્યું છે. આ સિવાય કંપનીએ આ સ્માર્ટફોનમાં ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપ્યું છે.
બંન્ને સ્માર્ટફોનમાં કેટલાક કોમન ફિચર છે. બંન્ને ફોન ColorOS 6 પર આધારિત Android Pie પર કામ કરે છે. બંન્ને સ્માર્ટ ફોન Hi-Res અને Dolby Atmosને સ્પોર્ટ કરે છે. ગેમિંગ દરમિયાન તે વધુ સ્પીડથી કામ કરે, તે માટે હાઇપર બૂસ્ટ પરફોર્મેન્સ ઇન હેંડસેટ ફીચર આપવામાં આવ્યું છે. બંન્ને ફોન 3ડી કર્વ્ડ ગ્લાસ પ્રોટેક્ટ છે. આ સિવાય શાર્ક ફિન સાઇડ સ્વિંગ પોપ અપ સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે.