ઓપ્પોની બ્રાન્ડ RealMe 1નો ભારતમાં સૌપ્રથમ સેલ 25મે પર રાખવામાં આવ્યો હતો. તેનું વેચાણ એમેઝોન પર 12 વાગ્યે શરૂ થયું અને કંપનીએ કહ્યું કે ભારે માંગ પર 2 મિનિટમાં જ આઉટ ઓફ સ્ટોક થઈ ગયો. રિયલમીએ એ પણ કહ્યું કે તેના બંને વેરિયેન્ટ 6 જીબી / 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ (કિંમત 13,990 રૂપિયા) અને 3 જીબી / 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ (કિંમત 8,990 રૂપિયા) ને અત્યંત સારા પ્રતિભાવો મળ્યા. સાથે કંપનીએ જણાવ્યું હતું કે RealMe 1 Amazon પર શ્રેષ્ઠ બની ગયો. જો તમે પણ આ ફોનને ખરીદવા માંગો છો, તો તેના આગામી સેલમાં 1 જૂન પર ખરીદી શકો છો. ફોટો: ન્યૂઝ 18
કંપનીએ આ ફોનને અનેક લોંન્ચ ઓફર્સ સાથે રજૂ કર્યો છે, ટેલિકોમ કંપની રિલાન્સ જિયો સાથે મળીને કંપનીએ 4,850 રૂપિયાનો ફાયદો આપી રહી છે. આ ઉપરાંત આ ફોનને નો કોસ્ટઑન ઇએમઆઇ સાથે Amazonથી ખરીદી કરી શકાય છે. આ ઉપરાંત જો તમે એસબીઆઇ કાર્ડથી પેમેન્ટ કરી રહ્યા છો તો 5% કેશબેક આપવામાં આવશે. આ સાથે કંપની આ ફોન પર ફ્રી કેસ અને સ્ક્રીન પ્રોટેક્ટર આપી રહ્યી છે.