ઓપ્પો કે 3 ને આજે ફરીથી સેલમાં ખરીદી લેવાની તક આપવામાં આવી રહી છે. ગ્રાહકો એમેઝોનથી આ સેલનો લાભ લઈ શકે છે ભારતમાં તેની કિંમત 16,990 રૂપિયા છે, પરંતુ ઓફરના કારણે આ ફોન સસ્તામાં ખરીદી શકાય છે. આ સ્માર્ટફોનની ખરીદી પર 1000 રૂપિયાનું ફ્લેટ કેશબેક આપવામાં આવી રહ્યુ છે, જેને એમેઝોન પે બેલેન્સ તરીકે આપવામાં આવશે.
oppo K3માં અંડર ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે. આ ફોનની બેટરી 3,765mAhની છે. અને તેમાં VOOC 3.0 ફાલ્ટ ચાર્જિગ ટેક્નોલોજી આપવામાં આવી છે. કનેક્ટિવિટી માટે તેમાં 4G LTE, Bluetooth, WIFI, અને GPS જેવા સ્ટેન્ડર્ડ ફીચર્સ આપવામાં આવ્યા છે. કંપનીએ દાવો કર્યો છે કે, અંડર ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર પાછળ જનરેશન કરતા ફાસ્ટ છે.