ભારતમાં ઓપ્પો કે 3 ના 6 જીબી રેમ અને 64 જીબી સ્ટોરેજ વેરિયેન્ટની કિંમત 16,990 રૂપિયા છે. તો 128 જીબી સ્ટોરેજની કિંમત 19,990 રૂપિયા છે. જો તમે એમેઝોન પેથી ફોન ખરીદો છો તો તમને રૂ. 1,000નું કેશબેક મળશે. આ જ સમયે ગ્રાહકોને જિયોથી 7,050નો ફાયદો મળશે. સાથે ઓયો પર 12,000 રુપિયાની છૂટ અને લેન્સકાર્ટ પર 5000 રૂપિયાનું ગિફ્ટ કાર્ડ આપવામાં આવી રહ્યું છે. ચાલો જાણીએ કે આ ફોનનાં લક્ષણો શું છે.