આગામી OPPO A58 5G ફોનના ફિચર્સ અને રેન્ડર લીક કરવામાં આવ્યા છે. આ 91 મોબાઈલ દ્વારા લીક કરવામાં આવ્યા છે. ડિવાઈઝનું નામ સૂચવે છે કે A58 એક મિડ-રેન્જ ફોન હશે. તેના આગળના ભાગમાં વોટરડ્રોપ નોચ ડિસ્પ્લે ઉપલબ્ધ હશે. ઉપકરણની પાછળની બાજુએ બે કેમેરા રિંગ્સ છે, જેમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ હોઈ શકે છે. સુરક્ષા માટે ફોનમાં સાઇડ-ફેસિંગ ફિંગરપ્રિન્ટ સ્કેનર આપી શકાય છે. તે ત્રણ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ હશે.
આ સિવાય, કેટલાક રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે OPPO બીજા ફોન પર પણ કામ કરી રહ્યું છે, જેને ચીનના માર્કેટમાં OPPO A98 5G તરીકે રજૂ કરવામાં આવશે. ઉપકરણ 120Hz FHD+ OLED ડિસ્પ્લે, કર્વ સાથે સ્નેપડ્રેગન 778G પ્રોસેસરથી સજ્જ હશે. ઉપરાંત, ફોનમાં 108-મેગાપિક્સલ કેમેરા અને 67W ચાર્જિંગ સાથે 5,000mAh બેટરી જેવી વિશિષ્ટતાઓ મળવાની અપેક્ષા છે.