OnePlus Nord 2T સ્માર્ટફોનના કેમેરા સેટઅપ વિશે વાત કરીએ તો આ ફોનમાં f/1.9 અપર્ચર સાથે 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા છે. સાથે 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઈડ કેમેરા અને 2 મેગાપિક્સલનો મોનોક્રોમ શૂટર કેમેરા આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનના ફ્રન્ટમાં 32 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.