OnePlus સ્માર્ટફોન OnePlus 7 આજે એટલે કે 4 જૂનના રોજ પહેલો સેલ શરુ થઇ રહ્યો છે. સેલમાં એમેઝોન, વનપ્લસ સ્ટોર્સ અને રીટેલ ભાગીદાર સ્ટોર્સથી ફોન ખરીદી શકશો. આ ફોનની ખરીદી પર ગ્રાહક ઓફરનો ફાયદો પણ ઉઠાવી શકે છે, આ ફોનને ખરીદવા માટે ગ્રાહક એસબીઆઇ કાર્ડનો ઉપયોગ કરે છે તો 2 હજાર રુપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. ચાલો જાણીએ આ ફોનની લાક્ષણિકતાઓ.