એમેઝોન પર વનપ્લસ 6Tના 6 જીબી રેમ અને 128 જીબી સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 37,999 રૂપિયા છે, જે ડિસ્કાઉન્ટ પછી રૂ. 34,999 માટે ખરીદી શકાય છે. એટલે કે ફોન પર 3,000 રૂપિયાનું ફ્લેટ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તે જ સમયે 8 જીબી રેમ અને 256 જીબી સ્ટોરેજના વેરિયન્ટ્સ પર 4,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ વેરિઅન્ટની કિંમત રૂ. 41,999 છે, જે ડિસ્કાઉન્ટ બાદ રૂ. 37,999માં ખરીદી શકાય છે.