Home » photogallery » tech » ફરી એકવાર ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરનું આગળનું સસ્પેન્શન તૂટ્યું, બનાવટ પર પણ ઊઠી રહ્યા છે અનેક સવાલ

ફરી એકવાર ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરનું આગળનું સસ્પેન્શન તૂટ્યું, બનાવટ પર પણ ઊઠી રહ્યા છે અનેક સવાલ

Ola electric scooter: ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટર માટે આ હાલ તો બધુ ખત્મ થતુ દેખાઈ રહ્યુ નથી. Ola Electricને ભલે ભારતીય બજારોમાં સૌથી વધારે સ્કૂટર વેચવામાં સફળતા મળી હોય, પરંતુ ઘણા લોકો હજુ પણ સ્કૂટર ખરીદીને ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.

विज्ञापन

  • 16

    ફરી એકવાર ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરનું આગળનું સસ્પેન્શન તૂટ્યું, બનાવટ પર પણ ઊઠી રહ્યા છે અનેક સવાલ

    જો તમને લાગે છે કે, ઓલા એસ1 પ્રો ઈલેકટ્રિક સ્કૂટરનમી સમસ્યાઓ ખત્મ થઈ ગઈ છે, તો અહીં એક તાજેતરની ઘટના છે જે જણાવે છે કે, ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટર માટે આ હાલ તો બધુ ખત્મ થતુ દેખાઈ રહ્યુ નથી. Ola Electricને ભલે ભારતીય બજારોમાં સૌથી વધારે સ્કૂટર વેચવામાં સફળતા મળી હોય, પરંતુ ઘણા લોકો હજુ પણ સ્કૂટર ખરીદીને ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. હાલ સૌથી તાજેતરનો કિસ્સો સંજીવ જૈનનો છે. તેમને હાલમાં જ એક ઓલા એસ1 પ્રો ઈલેક્ટ્રિક સ્કૂટર ખરીદ્યુ હતું. તેમણે જણાવ્યુ કે, ડિલીવરી લીધાના 6 દિવસોની અંદર જ તેમના ઈલેક્ટ્રિક સ્કૂટરનો આગળનો કાંટો તૂટી ગયો હતો. (તસવીર - Ola Electric Public group Facebook)

    MORE
    GALLERIES

  • 26

    ફરી એકવાર ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરનું આગળનું સસ્પેન્શન તૂટ્યું, બનાવટ પર પણ ઊઠી રહ્યા છે અનેક સવાલ

    સંજીવે સ્કૂટરની અન્ય તસવીરોને ઓલા ઈલેક્ટ્રિક પબ્લિક ગ્રુપમાં એક ફેસબુક પોસ્ટમાં શેર કરી છે. તસવીરોમાં તેમના લાલ રંગના S1 Proના તૂટેલા ફ્રન્ટ સસ્પેન્શન સાથે તસવીરો નજરે પડી રહી છે. તેમણે આગળ જણાવ્યુ કે, આ ત્યારે થયુ જ્યારે તેમણે તેમની કોલોનીમાં સ્કૂટર ચલાવવાનું શરૂ કર્યુ. (તસવીર - Ola Electric Public group Facebook)

    MORE
    GALLERIES

  • 36

    ફરી એકવાર ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરનું આગળનું સસ્પેન્શન તૂટ્યું, બનાવટ પર પણ ઊઠી રહ્યા છે અનેક સવાલ

    આ પહેલી વાર નથી કે જ્યારે આ મુદ્દો ઓનલાઈન ઉજાગર કરવામાં આવ્યો હોય. આ પહેલા પણ આવી ખબરો સામે આવી છે કે, ખાડા કે બંપ સાથે ટકરાયા બાદ ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરનું ફ્રન્ટ સસ્પેન્શન તૂટી ગયું. કહેવાની જરૂર નથી કે, આ રાઈડર માટે બહુ જ ખતરનાક સાબિત થઈ શકે છે. (તસવીર - Ola Electric Public group Facebook)

    MORE
    GALLERIES

  • 46

    ફરી એકવાર ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરનું આગળનું સસ્પેન્શન તૂટ્યું, બનાવટ પર પણ ઊઠી રહ્યા છે અનેક સવાલ

    ઓલા ઈલેક્ટ્રિકને પહેલાથી જ તેના સ્કૂટરની સાથે ગુણવત્તાના મુદ્દાઓેને લઈને ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. કંપનીએ તેને કોઈ મોટી ખરાબી ન માની અને કહ્યુ કે આ ભૂલો અને સોફ્ટવેરની ખામી હતી, જેમાંથી મોટાભાગના સોફ્ટવેર અપડેટ અને MoveOS 2ની સાથે ઉકેલવામાં આવ્યા હતા. આ ઉપરાંત, પેનસ ગેપ અને રબર મેટ્સ પણ સારી રીતે ફિટ નહિ હોવાની સાથે નિર્માણ ગુણવત્તા પર હજુ પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. કારણ કે, S1 Pro અને S1 બજારમાં ઘણા નવા છે. આ ખબર નથી કે, ભારતીય રસ્તાઓ પર દરરોજ ઉપયોગ થયા બાદ તે કેટલી ટકી શકશે. (તસવીર - Ola Electric Public group Facebook)

    MORE
    GALLERIES

  • 56

    ફરી એકવાર ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરનું આગળનું સસ્પેન્શન તૂટ્યું, બનાવટ પર પણ ઊઠી રહ્યા છે અનેક સવાલ

    નિર્માણકારો હવે તેમના ઈલેક્ટ્રિક સ્કૂટરો માટે MoveOS 3 ને રોલ આઉટ કરવા પર કામ કરી રહ્યા છે. તેને આ વર્ષે દિવાળી પર લોન્ચ કરવામાં આવશે. ઓલાએ અપડેટની સાથે લોન્ચ થવા વાળા ફીચર્સના ટિઝર રીલિઝ કરવાનુ શરૂ કરી દીધુ છે. આમાં એક્સીલરેશન સાઉન્ડ અને ભાગ્યે જ કોઈ પાર્ટી મોડ ફીચર હશે. ઓલા એક વધારે સસ્તુ ઈલેક્ટ્રિક ફીચર અને સ્કૂટર પણ લોન્ચ કરી શકે છે. (તસવીર - Ola Electric Public group Facebook)

    MORE
    GALLERIES

  • 66

    ફરી એકવાર ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટરનું આગળનું સસ્પેન્શન તૂટ્યું, બનાવટ પર પણ ઊઠી રહ્યા છે અનેક સવાલ

    પરંતુ જોવાની વાત તો તે હશે તે, ઓલા સોફ્ટવેર અપડેટ્સ ઉપરાંત તેના સ્કૂટરોમાં હાર્ડવેર પર ક્યારે ધ્યાન આપશે. ઓલાના ઈલેક્ટ્રિક સ્કૂટરોમાં મળી રહેલી ફરિયાદો ગ્રાહકોની સુરક્ષાને લઈને સવાલ ઊભા કરી રહી છે. (તસવીર - Ola Electric Public group Facebook)

    MORE
    GALLERIES