Ola Electric March 2023 Sales: ઓલા ઇલેક્ટ્રિક સતત સાત મહિનાથી દેશમાં નંબર-1 ઇલેક્ટ્રિક સ્કૂટર ઉત્પાદક કંપની બની છે. તેની ઈલેક્ટ્રિક સ્કૂટરના વેચાણને કારણે, કંપની ઈન્ડિયન ઈલેક્ટ્રિક ટુવ્હીલર માર્કેટમાં હવે 30% ની ભાગેદારી થઇ ગઇ છે. જેનો અર્થ એમ થયો છે કે, હવે બજારમાં 100 ઇલેક્ટ્રિક સ્કૂટરોમાં 30 સ્કૂટર ઓલા ઇલેક્ટ્રિકલનાં છે.
ઓલા ઇલેક્ટ્રીકે માર્ચ 2023 ના રોજ વેચાણના આંકડા પ્રસ્તૂત કરી દીધા છે. પોતાનો કમાલ બતાવીને કંપનીએ ગત મહિને 27,000 સેલ્સ ઈલેક્ટ્રીક સ્કૂટરોનું વેચાણ કર્યુ છે. કંપનીએ આ વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ક્રમશઃ 18,212 યુનિટ્સ અને 18,270 યુનિટ્સ વેચ્યા છે. માર્ચમાં સ્કૂટર સેલ્સ ફેબ્રુઆરીના મુકાબલે લગભગ 9,000 યુનિટ્સ વધુ રહી.
વર્તમાન સમયમાં ઓલા ઇલેક્ટ્રિક ઈન્ડિયન માર્કેટમાં S1 અને S1 પ્રો ઇલેક્ટ્રિક સ્કૂટર્સનું વેચાણ થઈ રહ્યું છે. S1 અને S1 Pro ની એક્સ શોરૂમ કિંમત ક્રમશઃ 1,14,999 રૂપિયા અને 1,24,999 રૂપિયા છે. કંપની સૌથી વધુ કિફાયતી ઇ-સ્કૂટર S1 Air છે પરંતુ તેનું વેચાણ હજુ શરૂ નથી થયું. તેની એક્સ-શોરૂમ કિંમત 84,999 રૂપિયાથી શરૂ થાય છે.