Nokia X30 5G એ HMD ગ્લોબલનો અત્યાર સુધીનો સૌથી ઈકો-ફ્રેન્ડલી સ્માર્ટફોન છે. તેમાં રિસાયકલ એલ્યુમિનિયમ ફ્રેમ અને રિસાયકલ પ્લાસ્ટિક બેક છે. આજકાલ મોટાભાગના લોકો ગ્રીન લાઈફસ્ટાઈલ પસંદ કરે છે. આ સાથે પર્યાવરણીય આફતો પણ વધી છે. આવી સ્થિતિમાં, ઘણી કંપનીઓ કાર્બન ઉત્સર્જન ઘટાડવાની દિશામાં ઘણા પગલાં લઈ રહી છે. HMD ગ્લોબલ પણ આ જ પ્રયાસ કરી રહ્યું છે.