3/32 જીબી, 3/36 જીબી અને 4/64 જીબી મેમોરી અને સ્ટોરેજની સાથે નોકિયા 3.4 ઓક્ટોબરની શરૂઆતમાં મળશે. જેની કિંમત 159 યૂરો એટલે કે 13,677.45 રૂપિયા હશે. અને જો વાત કરીએ નોકિયા 2.4ની તો તે સપ્ટેમ્બરના અંત સુધીમાં લોન્ચ થશે. 2/32 જીબી અને 3/64 જીબી મેમોરી અને સ્ટોરેજ વાળા આ ફોનની શરૂઆતી કિંમત 119 યુરો એટલે કે 10,236.59 રૂપિયા રાખવામાં આવી છે. ફોટો- Nokia વેબસાઇટ
8+128 જીબી વેરિયંટની કિંમત 700 ડોલર છે. તેમાં 6.81 ઇંચ એલસીડી, સ્નેપડ્રેગન 76જી ચિપસેટ, 64 એમપી મેન કેમેરા, 4500 એમએએચ બેટરી અને 18વૉટ ફાસ્ટ ચાર્જિંગ જેવા ફિચર્સ છે. Nokia 3.4- નોકિયામાં 3.4 સ્નેપડ્રેગન 460 ચિપસેટ છે. આ એન્ડ્રોઇડ 10 પર રન કરે છે. તેનું ડિસ્પ્લે 6.39 ઇંચ એલસીડી છે. તેનો સેલ્ફી કેમેરા 8 મેગાપિક્સલ છે. (ફોટો-Nokia વેબસાઇટ)
નોકિયા 2.4- નોકિયા 2.4માં 6.5 ઇંચ એલસીડી સ્ક્રીન છે. તેમાં 45000 એમએએસની બેટરી છે. જો 5 વોટ ચાર્જરને સપોર્ટ કરે છે. આ ફોન મીડિયાટેક હેલિયો પી22 ચિપસેટ દ્વારા સંચાલિત છે. તેમાં 13 મેગાપિક્સલ રિયર કેમેરા છે. સેલ્ફી કેમેરા 5 મેગાપિક્સલ છે. તેમાં બેકમાં ફિંગરપ્રિંટ રીડર આપવામાં આવ્યું છે. આ એનએફસીને સપોર્ટ પણ કરે છે. ફોનમાં 3.5 એમએમ હેડફજ્ઞેન જેક અને એફએમ રેડિયો છે. ફોટો નોકિયા વેબસાઇટ