Mother’s Day મે મહિનાના બીજા રવિવારે સેલિબ્રેટ કરવામાં આવે છે. આ વર્ષે મધર્સ ડે 8 મે એટલે કે આજે છે. આપણા બધા માટે મમ્મી સ્પેશિયલ હોય છે, પણ ઘણી વખત આપણે તેમને એ જણાવી નથી શકતા. આમ તો દરેક માતા નાની ગિફ્ટથી પણ ખૂબ ખુશ થઈ જાય છે, પરંતુ આ મધર્સ ડે પર માતાને કંઈક એવું ગિફ્ટ કરો જેથી તે પણ દુનિયાભરની ચીજો સાથે સરળતાથી કનેક્ટ રહે અને આગળ વધીને કંઈક નવું શીખી પણ શકે. આજે અમે તમને કેટલાક એવા ફોનની યાદી જણાવી રહ્યા છીએ જેની કિંમત 10,000 રૂપિયાથી પણ ઓછી છે, અને તે તમારી મમ્મી માટે બેસ્ટ સાબિત થઈ શકે છે.
Infinix Hot 11 2022: Infinix HOT 11 2022 સ્માર્ટફોનમાં 6.7 ઇંચની ફુલ HD પ્લસ પંચ-હોલ ડિસ્પ્લે પેનલ છે. ડિસ્પ્લેમાં 550 નિટ્સ સુધીની પીક બ્રાઈટનેસ મળશે. આ ફોનમાં 89.5 ટકા સ્ક્રીન-ટુ-બોડી રેશિયો મળશે. Infinixના આ ફોનમાં ડ્યુઅલ AI કેમેરા આપવામાં આવ્યો છે. મેઇન કેમેરા 13 મેગાપિક્સલનો છે. સાથે વધુ એક કેમેરા પણ આપવામાં આવ્યો છે. આ ફોનની કિંમત 8,999 રૂપિયા છે.
Xiaomi Redmi 9 Prime: Redmi 9 Primeમાં 6.53 ઇંચની ફુલ HD + ડિસ્પ્લે છે, જેનું રેઝોલ્યુશન 1080X2340 પિક્સલ છે. ફોનમાં કોર્નિંગ ગોરિલ્લા ગ્લાસ 3નું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. Redmi 9 Primeમાં 13 મેગાપિક્સલનો AI પ્રાઈમરી, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઈડ એંગલ, 5 મેગાપિક્સલનો મેક્રો અને 2 મેગાપિક્સલનો ડેપ્થ કેમેરા સેટઅપ છે. પાવર માટે Redmi 9 Prime માં 5020mAh બેટરી આપવામાં આવી છે, જે 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. આ ફોનની કિંમત 9,599 રૂપિયા છે.
Realme Narzo 30A: Realme Narzo 30A માં 6.5 ઇંચની HD + ડિસ્પ્લે છે, જેનું રેઝોલ્યુશન 720×1600 પિક્સલ છે. ડિસ્પ્લેની સ્ટાઇલ વોટરડ્રોપ નોચ છે. આ ફોનમાં MediaTek Helio G85 પ્રોસેસર છે. સ્માર્ટફોનમાં 3GB/4GB LPDDR4X રેમ અને 32GB/64GB સ્ટોરેજ ઓપ્શન મળે છે. પાવર માટે Realme Narzo 30A માં 6000mAh બેટરી છે જે 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે. આ ફોનની કિંમત 9,900 રૂપિયા છે.
Samsung Galaxy M12: Samsung Galaxy M12માં 6.5 ઇંચની HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું રેઝોલ્યુશન 720x1600 પિક્સલ છે. ડ્યુઅલ સિમ સપોર્ટ સાથેનો આ ફોન Android OS પર બેસ્ડ One UI Core પર બેસ્ડ છે. ફોનમાં TFT Infinity-V ડિસ્પ્લે આપવામાં આવી છે. પાવર માટે Samsung Galaxy M12માં 6000mAh બેટરી છે, જે 4G નેટવર્ક પર 58 કલાકનો બેકઅપ આપે છે. આ ફોનની કિંમત 9,499 રૂપિયા છે.