મોબાઈલ કંપનીઓ તેમના મોબાઈલ ફોનને નવા ફીચર્સ સાથે લોન્ચ કરે છે. ફોન ઉત્પાદકો દરેક સેગમેન્ટના ગ્રાહકો માટે મોબાઈલ ફોન લોન્ચ કરે છે. આ બજેટથી લઈને પ્રીમિયમ ફોન સુધીની છે. આ સિવાય કેટલીક કંપનીઓ એવા ફોન પણ બનાવે છે જેની કિંમત કરોડોમાં હોય છે. જો કે આ ફોનનો ઉપયોગ બહુ ઓછા લોકો કરે છે. ચાલો હવે તમને દુનિયાના સૌથી મોંઘા ફોન વિશે જણાવીએ.
iPhone 3G કિંગ્સ બટનની કિંમત $2.5 મિલિયન (આશરે 18 કરોડ રૂપિયા) છે. આ ફોન ઓટ્રેનના ડિઝાઇનર પીટર એલિસન દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે. આ ફોનને ડિઝાઇન કરવા માટે 18 કેરેટ પીળા, સફેદ અને રોઝ ગોલ્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિવાય આઈફોનની આસપાસ સફેદ સોનાની સ્ટ્રીપ આપવામાં આવી છે. તેને 138 હીરાથી શણગારવામાં આવ્યું છે. આ સાથે ફોનના હોમ બટનમાં 6.6 કેરેટનો સિંગલ કટ ડાયમંડ લગાવવામાં આવ્યો છે.
આ યાદીમાં આગળનું નામ iPhone4 ડાયમંડ રોઝ એડિશનનું છે. તે સ્ટુઅર્ટ હ્યુજીસ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. આ ફોનની કિંમત 8 મિલિયન ડોલર (લગભગ 65 કરોડ રૂપિયા) છે. કંપનીએ તેના માત્ર બે જ મોડલ બનાવ્યા છે. આ ફોન સોલિડ રોઝ ગોલ્ડ અને 100 કેરેટના 500 હીરાથી બનેલો છે. આ ફોનના લોગોમાં 53 હીરા લગાવવામાં આવ્યા છે. એટલું જ નહીં ફોનના હોમ બટન પર 7.4 કેરેટ સિંગલ કટ પિંક ડાયમંડ મૂકવામાં આવ્યો છે.
લક્ઝરી ફોનની યાદીમાં બીજા નંબર પર સ્ટુઅર્ટ્સ હ્યુજીસનો આઇફોન છે. આ ફોનની કિંમત $9.4 મિલિયન (લગભગ 76 કરોડ રૂપિયા) છે. આ iPhone 4sનું મોડલ 24 કેરેટ સોનામાંથી બનાવવામાં આવ્યું છે. તેમાં 1000 કેરેટના 500 હીરા છે. ફોનની પાછળની પેનલ અને લોગોમાં 24 કેરેટ સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફોનમાં 8.6 કેરેટનો સિંગલ કટ ડાયમંડ પણ આપવામાં આવ્યો છે.