Micromax In 2c ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. નવા ફોનમાં વોટરડ્રોપ-સ્ટાઈલ નોચ અને ડ્યુઅલ રિયર કેમેરા છે. Micromax In 2C ઓક્ટા-કોર Unisoc T610 SoC સાથે આવે છે, અને તેની ખાસિયત તેની 5000mAh બેટરી છે, જે 16 કલાકનું વિડિયો સ્ટ્રીમિંગ અને 50 કલાકનો ટોક ટાઇમ આપે છે. કહેવાય છે કે Micromax In 2C ભારતમાં Infinix Hot 11 2022, રિયલમી C31 અને પોકો C3 જેવા ફોનને ટક્કર આપી શકે છે.