આ અઠવાડિયાની શરૂઆતમાં લૉન્ચ થયેલા શિયોમી એમઆઈ બૅન્ડ 4 (Xiaomi Mi Band 4) નો પહેલો સેલ એમેઝૉન ઈન્ડિયા અને એમ.આઈ.કોમ પર શરુ થયો હતો પરંતુ થોડા જ કલાકોમાં સમાપ્ત થઇ ગયો. હવે તેનો આગામી સેલ 28 સપ્ટેમ્બરથી શરૂ થશે. પરંતુ આ સેલ ફક્ત પ્રાઇમ મેમ્બર્સ માટે હશે. તમામ લોકો માટે વેચાણ 29 સપ્ટેમ્બરથી એમેઝૉન પર શરૂ થશે. ભારતમાં તેની કિંમત 2299 રૂપિયા હશે.
શું છે સુવિધાઓ....એમઆઇ બૅન્ડ4માં 0.95 ઇંચની એમોલેડ ટચ ડિસ્પ્લે છે. તેમાં 2.5 ડી કવર્ડ ગ્લાસ પ્રોટેક્શન મળે છે. એમઆઇ બૅન્ડ 4 એસએમએસ, વોટ્સએપ જેવી એપ્લિકેશન સાથે સાથે ફિટનેસ સ્ટેટ્સને પણ જોઇ શકાય છે. એમઆઈ બૅન્ડ 4 સાથે તમે ટ્રેડમિલ રનિંગ, કસરત, આઉટડોર રનિંગ, સાયકલિંગ, વૉકિંગ અથવા પૂલ સ્વિમિંગને બધું જ ટ્રેક કરી શકશો. આ સાથે 24 કલાક હાર્ટ રેટ મોનિટરિંગ કરી શકાય છે. એમઆઈ બૅન્ડ 4 બ્લેક, ઓરેન્જ, મરૂન અને પર્પલ ચાર કલર સ્ટ્રેપમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.
ફોન શોધવામાં મદદ કરશે.....આ સિવાય યૂઝર્સના ફોનમાં આવતા ટેક્સ્ટ મેસેજીસ અને વૉઇસ કૉલ્સની પણ સૂચના મળશે. ડિસ્પ્લેનો ઉપયોગ ફોન શોધવા અથવા સૉન્ગ બદલવા માટે થઈ શકે છે. એમઆઇ બૅન્ડ 4 ડિસ્પ્લેમાં રંગીન ઘડિયાળ ચહેરાઓ માટે સપૉર્ટ છે. એમઆઈ સ્માર્ટ બૅન્ડ 4 માં ડિવાઇસ ફાઇન્ડર, સ્ટૉપવોચ, એલાર્મ, આઇડલ અલર્ટ, ઇનકમિંગ કૉલ અલર્ટ અને રાઉન્ડ નોટિફિકેશન જેવી સુવિધાઓ માટે સપૉર્ટ મળશે.