ટાટા મોટર્સે 1 જાન્યુઆરી, 2019થી તેની કારના ભાવમાં વધારો કરવાનો પણ નિર્ણય લીધો છે. કંપનીએ કહ્યું છે કે વધતા ખર્ચને લીધે ભાવમાં વધારો થવો જોઈએ. ટાટા મોટર્સ તેની યાત્રી વાહનોનું મૂલ્ય 1 જાન્યુઆરીથી વધારીને 40,000 રૂપિયા કરશે. પેસેન્જર વ્હિકલ અધ્યક્ષ મયંક પારીકે કહ્યું કે બજાર સમીકરણ, બદલાતા જતા ખર્ચ અને અન્ય વિવિધ બાહ્ય આર્થિક પરિબળો અમને ભાવમાં વધારો કરવાની ફરજ પડી હતી.
જોકે, નવેમ્બરમાં ટોયોટાની ભારતીય ઇકાઇ (Toyoto) ટોયોટા કિર્લોસ્કર મોટર ઇન્ડિયાએ પણ તેમના વાહનો ભાવમાં 1 જાન્યુઆરી 2019થી 4 ટકા વધારો કરવાની જાહેરાત કરી દીધી છે. કંપની તરફથી ભાવમાં વધારો સાથે જ જાહેરાત કરી હતી કે રુપિયામાં ઘટાડાને લઇને તેની મેન્યુફેક્ચરિંગ કોસ્ટ વધી ગઇ છે. આ કારણે કંપનીએ ભાવમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.