એક્સપ્રેસ ડ્રાઇવ્સના અહેવાલ મુજબ, દેશમાં કેટલીક ડીલરશિપ્સે મારુતિ સુઝુકી પાસેથી આવનારી નવી મિડ-સાઇઝ એસયુવી માટે બુકિંગ લેવાનું શરૂ કરી દીધું છે. સંભવતઃ કંપની તેની નવીકાર સુઝુકી વિટારાના નામથી માર્કેટમાં લોન્ચ કરશે. જો કે, એસ-ક્રોસના કેટલાક મોડલ્સ હાલમાં માર્કેટમાં ડિલર્સ પાસે છે, જેનો સ્ટોક ટૂંક સમયમાં સાફ કરવામાં આવશે. આ SUVના ફક્ત મેન્યુઅલ વેરિઅન્ટ્સ જ પસંદ કરી શકાય છે અને તે પણ મર્યાદિત સંખ્યામાં ઉપલબ્ધ છે.
હાઇબ્રિડ ટેકનોલોજીવાળુ છે એન્જિન- એન્જિનની વાત કરીએ તો, Maruti Suzuki Vitara તે 1.5 લિટર હાઇબ્રિડ એન્જિન આપવામાં આવ્યું છે જે Hyryder માં આપવામાં આવ્યું છે. આ સાથે જ, હાઇબ્રિડ મોટરની સાથે 113 bhp અને 141 Nmનું ટાર્ક જનરેટ કરે છે. જેને ગેર બોક્સની સાથે જોડવામાં આવશે. મોટરને 177.6V લિથિયમ આયન બેટરી (Hyryder સમાન) થી જોડવાની સંભાવના છે. જે 25Km સુદઈ માઇલેજ આપશે.
<br />મારુતિ સુઝુકીની સૌથી મોંઘી કાર બનશે Vitara- જો કે લોન્ચ પહેલા મારુતિની આ આવનારી એસયુવીની કિંમત વિશે કંઈપણ કહેવું મુશ્કેલ છે, પરંતુ મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે તેની કિંમત 20 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે, મારુતિ સુઝુકી આ SUVની કિંમત શક્ય તેટલી ઓછી રાખવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે, કારણ કે કંપનીની છબી ભારતીય બજારમાં એક સસ્તું કાર નિર્માતા તરીકેની બની રહે.