સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM) અનુસાર, બ્રેઝા સપ્ટેમ્બર 2022માં સૌથી વધુ વેચાતી SUV બની ગઈ છે, આ કારે સબ-કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં આવતી ઘણી લોકપ્રિય કારને પાછળ છોડી દીધી છે. બ્રેઝાના આકર્ષક ફીચર્સ ગ્રાહકોને આકર્ષી રહ્યા છે. આ જ કારણ છે કે સપ્ટેમ્બર 2022માં તેને સૌથી વધુ વેચાતી SUVમાં સામેલ કરવામાં આવી છે. બ્રેઝાએ ટાટા નેક્સનને પાછળ છોડીને ગેમ જીતી લીધી છે.
SUVs છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય વપરાશકર્તાઓ માટે પસંદગીની કાર શ્રેણી તરીકે ઉભરી આવી છે. 2015-16ની સરખામણીમાં 2021-22માં સબ-કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં બમણાથી વધુ વધારો થયો છે. મારુતિ સુઝુકીએ આ સેગમેન્ટમાં જીત મેળવી છે. મારુતિ સુઝુકી દેશની સૌથી મોટી કાર ઉત્પાદકની યાદીમાં નંબર વન પર યથાવત છે. ગયા મહિને મારુતિ સુઝુકીએ બ્રેઝાના 15,445 યુનિટ્સનું વેચાણ કર્યું હતું, જ્યારે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં 1,874 યુનિટ્સનું વેચાણ થયું હતું. એટલું જ નહીં, કંપનીએ હાલમાં જ તેનું ફેસલિફ્ટ મોડલ માર્કેટમાં લોન્ચ કર્યું છે. તેની કિંમત 7.99 લાખ રૂપિયાથી 13.96 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) વચ્ચે છે.