એમજી (મોરિસ ગે રેજ) મોટર્સે તેની પહેલી એસયુવી એમજી હેક્ટરને લોન્ચ કરી છે. હેક્ટરને બે એન્જિન વિકલ્પો સાથે લોન્ચ કરવામાં આવી છે. બંને એન્જિન સાથે 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન ઉપલબ્ધ હશે,બંને પેટ્રોલ વેરિયેન્ટ સાથે ઓટોમેટિક અને મેન્યુઅલ ઉપલબ્ધ થશે. હેક્ટરની ટક્કર મહિન્દ્રા એક્સયુવી 500, જીપ કંપાસ અને તાજેતરમાં જ લોન્ચ થયેલી ટાટા હેરિયર સાથે થશે.
એમજી હેક્ટર દેશની પ્રથમ ઇન્ટરનેટ કાર છે, જે ઇન્ટરનેટથી કનેક્ટ થશે. ISmart સિસ્ટમ એ હેક્ચરની સુવિધાનું નામ છે. હેક્ટર તેના સેગમેન્ટમાં આ પ્રકારની પહેલી એવી કાર હશે, જેમાં પહેલીવાર અનેક સુવિધાઓ ઉપલબ્ધ થશે. હેક્ટરની આઈસ્માર્ટ સિસ્ટમને એરટેલના ઇ-સિમ સાથે કનેક્ટક કરી શકાય છે. હેક્ટર દેશની પહેલી 5 જી કનેક્ટિવિટીની કાર હશે.