ભારતીય કાર નિર્માતા મહિન્દ્રાએ તેની લોકપ્રિય એસયુવી મહિન્દ્રા થાર (Mahindra Thar) કેટલાક અપડેટ્સ સાથે લોન્ચ કરી છે. નવી થાર હવે કંપનીના નવા ટ્વીન-પીક લોગો અને નવા કલર વિકલ્પો સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. થારને હવે સ્ટીયરિંગ વ્હીલ અને હબકેપ પર કંપનીનો નવો ટ્વીન-પીક લોગો મળશે, જે 3-ડોર ઑફ-રોડરને ફેસલિફ્ટ આપે છે.
એસયુવીની અંદરના ફેરફારો વિશે વાત કરીએ તો, તેમાં રિપોઝિશનિંગ બટન્સ અને કંટ્રોલનો સમાવેશ થાય છે, જે પહેલા કરતાં વધુ આકર્ષક લાગે છે. મહિન્દ્રાએ ટ્રેક્શન કંટ્રોલ અને હિલ-ડિસેન્ટ કંટ્રોલ સ્વીચને સ્ટિયરિંગ વ્હીલની જમણી બાજુથી HVAC કંટ્રોલની નીચે પેનલ પર ખસેડ્યું છે, જ્યારે વધારાની સગવડતા માટે ડોર લૉક/અનલૉક બટન પણ મેળવ્યા છે.