Lenovoના આ નવા ટેબલેટને કંપનીના હાલના Lenovo Tab P11 Plus અને Tab P11 Pro વચ્ચે સ્થાન આપવામાં આવ્યું છે. કિંમતની વાત કરીએ તો ભારતમાં Lenovo Tab P11 5G ની કિંમત 128GB વેરિયન્ટ માટે 29,999 રૂપિયા અને 256GB વેરિએન્ટ માટે 34,999 રૂપિયા રાખવામાં આવી છે. ગ્રાહકો આ ટેબલેટ એમેઝોન અને ઓફિશિયલ લેનોવો સ્ટોર પરથી ખરીદી શકે છે.