સ્વદેશી કંપની લાવાએ Lava Probuds N1 નેકબેન્ડ સ્ટાઈલ વાયરલેસ ઈયરફોન ભારતમાં લોન્ચ કર્યા છે. Lava Probuds N1 ઈયરફોનમાં કંપની તરફથી 2 કલર ઓપ્શન આપવામાં આવ્યા છે. ગ્રાહકો આ ઈયરફોન ચારકોલ ગ્રે (charcoal grey) અને બેરી બ્લૂ (berry blue) કલર ઓપ્શનમાં ખરીદી શકશે. આ ઈયર ફોનમાં એક ખાસ ફિચર આપવામાં આવ્યું છે, જેના દ્વારા યુઝર એક સમયે બે ડિવાઈસ સાથે કનેક્ટ થઈ શકે છે. Lava Probuds N1માં 10 mmના બે ડાયનેમિક ડ્રાઈવર આપવામાં આવ્યા છે. આ ડ્રાઈવર્સ સ્ટીરિયો સાઉન્ડ અને બેલેન્સ બાસની સુવિધા આપશે તેવો દાવો કંપની તરફથી કરવામાં આવ્યો છે.
Lava Probuds N1 નેકબેન્ડની ભારતમાં કિંમત- Lava Probuds N1 નેકબેન્ડ ઈયરફોનની કિંમત રુપિયા 1,499 છે. હાલ બન્ને કલર ઓપ્શન ચારકોલ ગ્રે અને બેરી બ્લૂ માટે ઈયરફોનની કિંમત સમાન રાખવામાં આવી છે. લાવા પ્રોબડ્સ ઈયરફોન ઈ શોપિંગ સાઈટ એમેજોન અને લાવાના ઈ સ્ટોરમાંથી ખરીદી શકાશે. નવા લોન્ચ થયેલા ઈયરફોન પ્રોબડ્સના મેન્યૂફેક્ચરિંગ ડિફેક્ટ પર લાવા 1 વર્ષની રિપ્લેસમેન્ટ વોરંટી (replacement warranty) પણ આપી રહ્યું છે.
Lava Probuds N1- ફિચર અને સ્પેસિફિકેશન-Lava Probuds N1 વાયરલેસ ઈયરફોનમાં 50-80000 હર્ટઝની રિસ્પોન્સ ફ્રિક્વન્સી વાળા 10 mmના ડ્યુઅલ ડાયનેમિક ડ્રાઈવર્સ આપવામાં આવ્યાં છે. આ ડ્યુઅલ ડાયનેમિક ડ્રાઈવર્સ વધુ સારી સાઉન્ડ ક્વોલિટી અને બાસ આપવા માટે ડિઝાઈન કરવામાં આવ્યા છે. આ ઈયરફોનની ખાસ વાત એ છે કે તે સિલિકોન અને મેટલના કોમ્બિનેશનથી તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં લાઈટવેઈટ એર્ગોનોમિક ડિઝાઈન્સ આપવામાં આવ્યા છે. આ ઈયરફોનમાં મેગ્નેટિક ઈયરબડ્સ છે જે ગળામાં લટકતા હોય ત્યારે એકબીજા સાથે ચોંટી જાય છે.
Lava Probuds N1માં પાવર ઓન અને ઓફ કરવા માટે એક સ્લાઈડર આપવામાં આવ્યું છે. જેની મદદથી સરળતાથી તેને ઓન ઓફ કરી શકાય છે. Lava Probuds N1 ડ્યૂઅલ કનેક્ટિવિટી ફિટર સાથે આવે છે તેથી તે એક જ સમયે બે ડિવાઈસ સાથે કનેક્ટ થઈ શકે છે. આ ઈયરફોન બ્લૂટૂથ v5થી સજ્જ છે, જે કોઈ પણ ઈનકમિંગ કોલ પર વાઈબ્રેશન અલર્ટ આપશે.