પોલેન્ડમાં સેમસંગ ગેલેક્સી A20eને લોન્ચ કરવામાં આવ્યો હતો. આ પહેલા કંપનીએ સેમસંગ ગેલેક્સી એ70 અને ગેલેક્સી એ80 લોન્ચ કર્યા હતા, જે સેમસંગ ગેલેક્સી એ20 ને છેલ્લા અઠવાડિયામાં જ ભારતમાં લોન્ચ કર્યો હતો સેમસંગ ગેલેક્સી એ20ઇ નો લૂક અને ડિઝાઇન સેમસંગ ગેલેક્સી એ20 જેવી જ છે. આમા પણ વૉટરડ્રોપ નોચ ફિચર અને ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યુ છે. આ સ્માર્ટફોનની સુવિધાઓ વિશે જાણો..
ફોનમાં Exynos 7884 એસઓસી (સિસ્ટમ ઓન ચિપ) પ્રોસેસર 3 જીબી રેમ સાથે આપવામાં આવી છે. ફોનની ઇન્ટરનલ મેમરી 32 જીબી આપવામાં આવી છે જેને માઇક્રોએસડી કાર્ડથી વધારી શકાય છે. ફોનના કેમેરા વિશે વાત કરીએ તો 16-મેગાપિક્સલનો પ્રાઇમરી સેન્સર છે. 5 મેગાપિક્સલનુ સેકન્ડરી સેન્સર આપવામાં આવ્યુ છે. પ્રાઇમરી સેન્સરની એપરચર એફ / 1.9 આપવામાં આવ્યુ છે અને સેકન્ડરી સેન્સરની અર્પચર એફ / 2.2 આપવામાં આવ્યું છે. ફોનમાં સલ્ફી માટે 8 મેગાપિક્સલનો કેમેરો છે.