Apple એપલે તેની ઇવેન્ટમાં આઈપેડ, એપલ ટીવી પ્લસ, આઇફોન 11 સિરીઝ સાથે એપલ વૉચ સિરીઝ 5 (Apple Watch Series 5) લૉન્ચ કરી છે. એપલ વૉચ સિરીઝ 5માં હંમેશાં રેટિના ડિસ્પ્લે હશે.
2/ 7
આ ઉપરાંત લોકેશન માટે નવી હોકાયંત્ર સુવિધા આપવામાં આવી છે. આ ઉપરાંત તેમાં ઇમરજન્સી કૉલિંગ પણ સુવિધા છે જે 150 દેશોમાં કામ કરશે.
3/ 7
ખાસ વાત એ છે કે તમે ફક્ત આઇફોન એટલે કે એપલ વૉચ 5 થી જ ઇમર્જન્સી કૉલ્સ કરી શકશો. ખાસ વાત એ છે કે ઇમર્જન્સી કૉલિંગ સુવિધા ફોલ ડિટેક્શન દરમિયાન પણ ઓ ટોમેટિક કાર્ય કરશે.
4/ 7
આ વૉચ એલ્યુમિનિયમ, સ્ટેઈનલેસ સ્ટીલ, સિરામિક અને ટાઇટેનિયમ વેરિએન્ટમાં ઉપલબ્ધ હશે. તેમાં OS 6 મળશે. એપલ વૉચ સિરીઝ 5 એક્ટિવિટીઝ માટે ઘણા મોડ્સ મેળવશે.
5/ 7
એપલ વૉચ સિરીઝ 5 નું પ્રી બૂકિંગ આજથી શરૂ થઈ ગયું છે. એપલ વૉચ સિરીઝ 5 (જીપીએસ + સેલ્યુલર) અને જીપીએસ બે વેરિએન્ટમાં ઉપલબ્ધ થશે. તેનું 20 સપ્ટેમ્બરથી વેચાણ શરુ જશે. તેમાં એક સાયકલ ટ્રેકિંગ એપ્લિકેશન મળશે.
6/ 7
એપલ વૉચ સિરીઝ 5 જીપીએસ વેરિઅન્ટની કિંમત 40,900 રૂપિયા છે અને જીપીએસ + સેલ્યુલર વેરિઅન્ટની કિંમત 49,900 રૂપિયા છે. એપલ વૉચ સિરીઝ 3 ની કિંમતમાં ઘટાડો થયો છે.
7/ 7
એપલ વૉચ સિરીઝ 3 જીપીએસ વેરિઅન્ટની કિંમત 20,900 રૂપિયા અને જીપીએસ + સેલ્યુલર વેરિઅન્ટની કિંમત 29,900 રૂપિયા રાખવામાં આવી છે.