નવી દિલ્હીઃ રિલાયન્સ જિયોએ વાર્ષિક પ્લાનને અપડેટ કર્યો છે. આ પ્લાન અગાઉ 2020 રૂપિયાનો હતો જેમાં કંપનીએ 101 રૂપિયાનો વધારો કર્યો છે. હવે જિયો યૂઝર્સ 2121 રૂપિયામાં લગભગ એક વર્ષ માટે અનલિમિટેડ સેવાઓ વાપરી શકશે.

અગાઉ આ પ્લાન 2020 રૂપિયાનો હતો જે 365 દિવસ માટે હતો હવે આ પ્લાન 2121 રૂપિયાનો છે જે 336 દિવસ માટે જિયો ટૂ જિયો કૉલિંગ, રોજ 1.5 જીબી 4જી ડેટા અને ડેઇલી 100 SMS આપશે.

અગાઉ આ પ્લાન 2020 રૂપિયાનો હતો જે 365 દિવસ માટે હતો હવે આ પ્લાન 2121 રૂપિયાનો છે જે 336 દિવસ માટે જિયો ટૂ જિયો કૉલિંગ, રોજ 1.5 જીબી 4જી ડેટા અને ડેઇલી 100 SMS આપશે.

અન્ય નેટવર્ક પર ફોન કરવા માટે ગ્રાહકોને આ પ્લાન અંતર્ગત 12,000 મિનિટ મળશે જેની અવધિ પણ એક વર્ષની છે.

જિયો આ પ્લાન ઉપરાંત 555 રૂપિયામાં ગ્રાહકોને 84 દિવસ માટે રોજ 1.5 જીબી ફોરજી ડેટા આપી રહ્યું છે. જેમાં જિયો ટૂ જિયો ફ્રી છે જ્યારે અન્ય ગ્રાહકોને ફોન કરવા માટે 3,000 મિનિટ મળી રહી છે. પ્રતિદિન 100 SMS પણ આ પ્લાનમાં મળશે.

399 રૂપિયામાં રોજ 1.5 જીબી ડેટા અને 56 દિલવસની વેલિડિટી મળશે. આમ ગ્રાહકોને કુલ 84 જીબી ડેટાનો ફાયદો મળશે. અન્ય નેટવર્ક પર કોલ કરવા માટે ગ્રાહકોને 2,000 મિનિટ મળશે.