

Reliance Jio 125 Rupees plan: જો તમે સસ્તામાં વધુ ઑફર આપનારો પ્લાન શોધી રહ્યા છો તો આપના માટે જિયો અનેક એવા પ્લાન પૂરા પાડી રહ્યું છે. જિયો ફોન (JioPhone Plan) યૂઝર્સની વાત કરીએ તો તેમના માટે પણ ડેટા અને કૉલિંગ બેનિફિટવાળા અનેક પ્લાન ઉપલબ્ધ છે. રિલાયન્સ જિયો પોતાના દરેક ગ્રાહકોની સગવડને ધ્યાનમાં રાખી સસ્તી કિંમતના પ્લાનમાં પણ મફત કૉલિંગ અને વધુ ડેટા આપે છે...


વાત કરીએ જિયો ફોનની તો કંપની પોતાના JioPhone યૂઝર્સ માટે 125 રૂપિયા જેવા ખૂબ ઓછી કિંમતવાળા પ્લાન પણ ઉપલબ્ધ કરાવે છે, જેમાં યૂઝરને ડેટાનો ભરમાર મળે છે. જિયો.કૉમ પર આપવામાં આવેલી જાણકારી મુજબ 125 રૂપિયાવાળા આ પ્લાનમાં ફ્રી કૉલિંગથી લઈને અનેક ફાયદા આપવામાં આવી રહ્યા છે. આવો જાણીએ પ્લાનની સમગ્ર વિગતો...


125 રૂપિયાવાળો પ્લાન : આ પ્લાનમાં યૂઝર્સને 28 દિવસની વેલિડિટી મળે છે. માત્ર 125 રૂપિયાના આ પ્લાનમાં યૂઝર્સને કુલ 14GB ડેટાનો ફાયદો મળે છે, એટલે કે તેમાં ગ્રાહકોને 28 દિવસો માટે 14GB ડેટા આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત પ્લાનમાં કુલ 300 SMS પણ કરી શકાય છે.


બીજા નેટવર્ક પર કૉલિંગ માટે 500 IUC મિનિટ : તેમાં Onnet Voice વૉઇઝ એટલે કે જિયો ટૂ જિયો કૉલિંગ બિલકુલ ફ્રી છે. પરંતુ જો ગ્રાહક જિયો ઉપરાંત કોઈ બીજા નેટવર્ક પર કૉલ કરવા માંગે છે તો તેના માટે તેમને 500 મિનિટ આપવામાં આવશે. મહત્વનું છે કે આ પ્લાન માત્ર Relianceના JioPhone પર જ કામ કરશે.


આ પ્લાનના બાકી ફાયદાની વાત કરીએ તો જિયો પોતાના ગ્રાહકોને જિયો એપ્સનો ઍક્સેસ મફતમાં આપે છે. નોંધનીય છે કે, જિયોની મ્યૂઝિક, મૂવીથી લઈને અનેક એપ્સ સોમલ છે જેમાં Jio Cinema, JioSaavn જેવી એપ્સ છે.