Jio Prepaid Plan: જિયો (Jio) પોતાના ગ્રાહકો માટે એકથી એક જોરદાર પ્લાન રજૂ કરે છે અને ગ્રાહક પોતાની સુવિધા મુજબ ડેટા, કૉલિંગનું ટોપ-અપ રિચાર્જ કરે છે. ઇન્ટરનેટની જરૂરિયાત દિવસે ને દિવસે વધી રહી છે અને એવામાં તમે કોઈ એવો પ્લાન શોધી રહ્યા છો જેમાં દરરોજ વધારે ડેટા મળતો હોય, તો જણાવી દઇએ કે જિયો પોતાના ગ્રાહકો માટે 499 રૂપિયાનો જોરદાર પ્લાન રજૂ કરે છે જેમાં ડેઇલી 2GB ડેટા આપવામાં આવે છે. જાણો આ પ્લાનની પૂરી ડિટેલ...
Jio ના આ સસ્તા પ્રીપેડ પ્લાનમાં ગ્રાહકોને 28 દિવસની વેલિડિટી આપવામાં આવે છે. ખાસ વાત એ છે કે 28 દિવસ માટે ગ્રાહક દરરોજ 2 જીબી ડેટાનો ફાયદો ઉઠાવી શકે છે. આ ઉપરાંત, ગ્રાહક 499 રૂપિયાનું રિચાર્જ કરીને કોઇપણ નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કૉલિંગનો બેનિફિટ મેળવી શકે છે. આ પ્લાનમાં દરરોજ 100 SMS પણ આપવામાં આવે છે.
આ છે 1.5GB ડેટા વાળો પ્લાન: રિલાયન્સ જિયોનો એક એવો પ્લાન છે જે 30 દિવસની વેલિડિટી સાથે આવે છે. જિયોના 259 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં દરરોજ 1.5GB ડેટા આપવામાં આવે છે. એક વખત ડેઇલી ડેટા લિમિટ ખતમ થયા બાદ તેની સ્પીડ ઘટીને 64Kbps થઈ જાય છે. ડેઇલી ડેટા બેનિફિટ સાથે રિલાયન્સ જિયો અનલિમિટેડ વોઇસ કૉલિંગ સાથે આવે છે.