નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો (Reliance Jio)એ પ્રીપેડ યૂઝર્સ માટે ત્રણ નવા ઓલ ઇન વન પ્લાન્સ શરૂ કર્યા છે. આ પ્લાન્સને લેવા માટે પ્રીપેડ યૂઝર્સને હવે દર મહિને રિચાર્જ કરાવવાની જરૂર નહીં રહે. કારણ કે રિલાયન્સ જિયોના આ તમામ પ્લાન 336 દિવસ સુધી વેલિડ રહેશે. રિલાયન્સ જિયોના ઓલ ઇન વન પ્રીપેડ પ્લાન્સ 1001 રૂપિયા, 1301 રૂપિયા અને 1501 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ પ્લાન્સમાં પ્રીપેડ યૂઝર્સને 336 દિવસની વેલિડિટી તો મળે છે તેની સાથોસાથ અનલિમિટેડ ઓન નોટ કોલિંગનો પણ ફાયદો મળશે. આવો જાણીએ રિલાયન્સ જિયોના આ ત્રણ પ્લાન્સ વિશે...
રિલાયન્સ જિયોનો 1001 રૂપિયાનો પ્લાન- જિયોના 1001 રૂપિયાવાળા પ્લાનમાં યૂઝર્સને અનલિમિટેડ જિયો ટૂ જિયો કોલિંગ અને રોજના 100 SMSનો લાભ મળશે. તેની સાથે આખા વર્ષ માટે 49 GBનો 4G ડેટા મળશે. જેની રોજની લિમિટ 150 MB હશે. આ પ્લાનમાં યૂઝર્સને નોન-જિયો નંબર માટે 12,000 મિનિટની FUP લિમિટ મળશે. બીજી તરફ આ પ્લાનની વેલિડિટી 336 દિવસની છે.
રિલાયન્સ જિયોનો 1301 રૂપિયાનો પ્લાન- જિયોના 1301 રૂપિયાના પ્લાનમાં પ્રીપેડ યૂઝર્સને એક વર્ષ માટે 164 GBનો 4G ડેટા રોજના 500 MB ડેટા લિમિટની સાથે મળશે. બીજી તરફ યૂઝર્સને આ પ્લાનમાં નોન-જિયો નંબર માટે 12000 મિનિટનો FUP અને 100 ફ્રી SMSનો બેનિફિટ મળશે. આ પ્લાન પણ 336 દિવસની વેલિડિટીની સાથે આવે છે.
રિલાયન્સ જિયોનો 1501 રૂપિયાનો પ્લાન- જિયોના આ પ્લાનની કિંમત 1501 રૂપિયા છે. તેમાં યૂઝર્સને રોજના 1.5 GB ડેટા મળશે. જેનો સીધો અર્થ છે કે જિયો 336 દિવસ માટે યૂઝર્સને કુલ 504 GB ડેટા આપશે. તેમાં અનલિમિટેડ જિયો ટૂ જિયો કોલિંગની સાથે નોન-જિયો નેટવર્ક માટે 12000 મિનિટની FUP લિમિટનો બેનિફિટ પણ સામેલ છે. તેમાં યૂઝર્સને 100 મફત SMSનો ફાયદો પણ મળશે.