IPL 2020ની શરૂઆત થઇ ગઇ છે. ઘણાં સમયથી તેની રાહ જોવાઇ રહી હતી, શનિવારે પહેલી મેચ પણ રમાઇ ગઇ છે. જેમાં ચેન્નઇ સુપરકિંગ્સ (CSK)એ મુંબઇ ઇન્ડિયન્સ (MI)ને પાંચ વિકેટથી હરાવી દીધી છે. IPL 2020માં ખેલાડીઓની સાથે સાથે દર્શકો પણ મેચમાં તેમનો ખેલ દેખાડી શકે છે. આ માટે રિલાયન્સ જીઓ (Reliance Jio)એ જિયો ક્રિકેટ પ્લે અલોન્ગ (Jio Cricket Play Along) લોન્ચ કર્યું છે. આ વર્ષનો એ સમય છે જ્યારે JIO યૂઝર્સ પ્રાઇઝ જીતાવનારા Jio ક્રિકેટ પ્લે અલોન્ગ રમશે. જેમાં પ્લેયર્સ સાથે દર બોલ પર સાચો જવાબ આપનારાને રોમાંચક ઇનામ મળશે.
ગેમમાં 'Daily Rewards' દ્વારા પાર્ટિસિપન્ટને દરરોજ પ્રાઇઝ જીતવાની તક મળશે. અને 'Daily Challenges' પૂર્ણ કરવાં પર બંપર ઇનામ પણ ઘરે લઇ જઇ શકે છે. મેચ શરૂ થવાનાં પહેલાં યૂઝર્સ Daily Challenges Sectionની નીચે ‘Bumper Prize tile’જોવા મળશે. તો આ ક્રિકેટ સીઝનમાં ઘરે જ રહો અને Cricket Play Alongની સાથે કંઇક મોટું જીતવાની તક મેળવો.
આવી રીતે રમો ‘Jio Cricket Play Along’-‘Jio Cricket Play Along’ ગેમને MyJio એપમાં JioEngage સેક્શનથી એક્સેસ કરી શકાય છે. Google Play store અને Apple એપ સ્ટોરમાંથી તેને ડાઉનલોડ કરી શકો છો, ખાસ વાત એ છે કે, ગેમ જિયો યૂઝર્સ અને નોન જિયો યૂઝર્સ બંને રમી સકે છે. અને આ ક્રિકેટ સિઝનમાં મોટું ઇનામ પણ મેળવી શકે છે.