

જિયો પોતાના ગ્રાહકોની સગવડને ધ્યાનમાં રાખીને સારા પ્લાન ઑફર કરે છે. કંપનીના પ્લાનમાં નાનાથી લઈને મોટા રિચાર્જ સામેલ છે, જેનો ઉપયોગ ગ્રાહક પોતાની જરૂરિયાતના હિસાબથી કરી શકે છે.


વાત કરીએ કંપનીના 200 રુપિયાથી ઓછા પ્લાનની તો તેમાં ગ્રાહકોને અનેક ફાયદા આપવામાં આવી રહ્યા છે. આવો જાણીએ 199 રૂપિયાવાળા પ્લાનની સમગ્ર વિગત...


જિયોના 199 રૂપિયાના આ પ્લાનમાં 28 દિવસની વેલિડિટી આપવામાં આવે છે. ઇન્ટરનેટ ડેટા તરીકે તેમાં ગ્રાહકોને દરરોજ 1.5 GB ડેટા મળે છે અને 28 દિવસના હિસાબમાં તેમાં કુલ 42 GB ડેટાનો ફાયદો મળી શકે છે.


199 રૂપિયાના સસ્તા પ્લાનમાં આ સુવિધા પણ મળશે : કૉલિંગ માટે આ પ્લાનમાં ગ્રાહકોને જિયો ટૂ જિયો ફ્રી અનલિમિટેડ કૉલિંગ મળે છે. બાકી નેટવર્ક માટે 1000 મિનિટ આપવામાં આવે છે.


એપ્સમાં જિયો સાવન, જિયો સિનેમા જેવી એપ્સ મળે છે જ્યાંથી હજારો ફિલ્મો અને ગીતોનો આનંદ ઉઠાવી શકાય છે.