

દેશની સૌથી મોટી ટેલિકૉમ કંપની Reliance Jio પોતાના ગ્રાહકો માટે ધમાકેદાર પ્રીપેડ પ્લાન લૉન્ચ કરતું રહે છે. Jioની પાસે ઘણા સસ્તા કિંમતના ડેટા પ્લાન ઉપલબ્ધ છે, પરંતુ શં તમે જાણો છો કે Jioના કેટલાક પ્લાન એવા છે જેમાં તમે માત્ર 3.5 રૂપિયાથી 4 રૂપિયાની કિંમત પર 1GB ડેટા મળી જાય છે.


હા, તમે સાચું જ વાંચ્યું. Jio એક ધમાકેદાર પ્લાન ઓફર કરે છે, જેમાં ગ્રાહકોને 3.5 રૂપિયામાં 1GB ડેટા મળે છે. કંપનીના આ દમદાર પ્લાનની વેલિડિટી 84 દિવસની છે.


આ પ્લાન એ લોકો માટે એકદમ બેસ્ટ છે જે દર મહિને રિચાર્જની ઝંઝટથી બચવા માંગે છે. મૂળે આપણે વાત કરીએ Jioના 599 રૂપિયાવાળા પ્લાનમાં યૂઝર્સને માત્ર 3.5 રૂપિયા ખર્ચ કરીને 1GB ડેટા મળી છે. આ પ્લાનમાં આપને 84 દિવસની વેલિડિટીની સાથે દરરોજ 2GB ડેટા મળે છે. આ પ્રકારે સમગ્ર પેકની અવધિમાં ગ્રાહકોને 599 રૂપિયામાં કુલ 168 GB ડેટા મળે છે.


જોવા જઈએ તો ગ્રાહકોને 1 GB ડેટા યૂઝ કરવા માટે લગભગ 3.57 રૂપિયા ખર્ચ કરવા પડે છે. આ રીતે યૂઝર્સને 1GB ડેટા માટે ઘણી ઓછી કિંમત ખર્ચ કરવી પડે છે.


ખાસ વાત એ છે કે Jioના કોઈ પણ બાકી પ્લાનથી સૌથી સસ્તો છે. માત્ર ડેટા પણ આપને આ પ્લાનમાં Jioથી Jio અનલિમિટેડ કોલિંગ અને બાકી નેટવર્ક માટે 3000 મફત મિનિટ મળશે. સાથોસાથ આ પ્લાનમાં રોજ 100 SMS પણ મળે છે.


આ પ્લાનના બાકી બેનિફિટની વાત કરીએ તો જિયો પોતાના ગ્રાહકોને જિયો એપ્સનો એક્સેસ મફતમાં આપે છે. જાણકારી જણાવી દઈએ કે જિયોની મ્યૂઝિક, મૂવીથી લઈને અનેક એપ્સ સામેલ છે, જેમાં Jio Cinema, JioSaavn જેવી એપ્સ છે. (ડિસ્ક્લેમર- ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાસે જ છે.