દિગ્ગજ ટેલિકોમ કંપની રિલાયન્સ જિયો (Reliance Jio) પોતાના યુઝર્સ માટે એકથી એક જોરદાર પ્લાન રજૂ કરે છે. રિલાયન્સ જિયો 600 રૂપિયાથી ઓછી કિંમતમાં ધાંસુ પોસ્ટપેડ પ્લાન રજૂ કરે છે, જેમાં હાઈ-સ્પીડ ડેટા સહિત OTT Appsનો ભરપૂર ફાયદો ઉઠાવી શકાય છે. આજે અમે કેટલાક એવા પ્લાન બતાવી રહ્યા છીએ, જેમાં Disney Plus Hotstar, Netflix અને Amazon Prime Video ત્રણેય ઓટીટી એપ્સના બેનિફિટ્સ મળે છે. (Image credit- telecomtalk)
399 રૂપિયાનો પ્લાન: જિયોના 399 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં કંપની 75 GB હાઈ-સ્પીડ ડેટા ઓફર કરે છે. તેની સાથે જ કોઇપણ નેટવર્ક પર અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ 100 SMS ફ્રી મળે છે. ડેટા ખતમ થયા બાદ પ્રતિ જીબી 10 રૂપિયાનો ચાર્જ લાગે છે. આ પ્લાનમાં કંપની Disney+ Hotstar, 1 વર્ષ માટે Amazon Prime Video અને Netflixનો ફાયદો આપે છે. આ ઉપરાંત Jio TV, Jio Cinema સહિત અન્ય જિયો એપ્સનું ફ્રી એક્સેસ પણ મળે છે.