રિલાયન્સના (Reliance) જિયોના ફોન2ને (JioPhone2) ખરીદવાની એક ઉત્તમ તક છે. કારણ કે કંપની જન્માષ્ટમીના (Janmashtami) અવસરે એક ઓફર આપી રહી છે. તો જિયોફોન 2 ખરીદવાનું પ્લાન કરી રહ્યા છો તો આ તકને જવા ન દેશો. જિયોની વેબસાઇટ પર આપેલી જાણકારી પ્રમાણે, ગ્રાહક આ શાનદાર ફોનને ઇએમઆઈ પર લઇ શકે છે. આ ફોનની કિંમત 2,999 રૂપિયા છે. પરંતુ ઇએમઆઈ અંતર્ગત માત્ર 141 રૂપિયા આપીને ઘરે લાવી શકો છો.
રિલાયન્સ જિયોફોન 2માં ફૂલ કીબોર્ડ સાથે હોરિજોંટલ સ્ક્રીન ડિસ્પ્લે આપવામાં આવ્યુ છે. ફોનમાં ફૂલ કીબોર્ડ ક્વર્ટી કીપેડ ફોર્મમાં આપવામાં આવ્યું છે, જેથી ટાઇપિંગમાં ખૂબ સરળ રહે છે. આ ફોનમાં તમને 2.4 ઇંચની ક્યૂવીજીએ ટીએફટી ડિસ્પ્લે અને 512MBની રેમ આપવામાં આવી છે. સ્ટોરેજ તરીકે તેમાં તમને 4GBની ઇન્ટરનલ સ્ટોરેજ મળશે, જેને માઇક્રો એસડી કાર્ડ દ્વારા 128GB સુધી વધારી શકાય છે.
રિલાયન્સ જિયોફોન 2ના કેમેરાની વાત કરીએ તો, ફોનના રિયર એન્ડમાં 2 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા આપવામાં આવ્યો છે. તો બીજી તરફ યૂઝર્સને ફ્રન્ટમાં વીજીએ કેમેરા મળી શકે છે. રિલાયન્સના જિયોફોન 2માં ઓલ 4જી નેટવર્ક, વાઇફાઇ, જીપીએસ, બ્યૂટૂથ, એફએમ, એચડી વોઇસ, ફ્રી વોઇસ કોલ્સ, અલિમિટેડ ડેટા, સારી નેટવર્ક રેન્જ, સારી 4જી સ્પીડ, સારું મનોરંજન (ફિલ્મો અને ટીવીની સાથે એચડી મ્યૂઝિક વગેરે) અને ફેસબુક ચલાવવાની સુવિધા મળે છે. ફોનમાં HD Voice કોલિંગ સુવિધા પણ મળે છે. સાથે જ આ ફોનમાં WhatsApp અને Youtube જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. પાવર માટે જિયોફોન 2 માં 2,000mAh ની બેટરી આપવામાં આવી છે અને આ KAI ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.