તમે iPhoneનું લેટેસ્ટ મોડલ વાળો સ્માર્ટફોન આઇફોન XR ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે સારા સમાચાર છે. કારણકે આવતીકાલે એપલ તેમના આઇફોન એક્સ આરને માત્ર 59,900 રુપિયામાં વેચાણ માટે ઉપલબ્ધ કરાવવાની જાહેરાત કરશે. જ્યારે લોન્ચિંગ સમયે તેની કિંમત 76,900 રુપિયા નક્કી કરી હતી, આ રીતે આ ફોન પર 17,000 રુપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. જો તમે ફોન ખરીદતી વખતે તેમની ચુકવણી એચડીએફસી બેંકના ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડથી કરો છો તો તમને 10 ટકા એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ મળશે.