સોશિયલ મીડિયા પર દરેક લોકોની ઇચ્છા હોય છે કે પોતાનું એકાઉન્ટ વેરિફાઇ થાય. દરેક લોકો આ ટાઇપની ઇચ્છા ધરાવતા હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે ઇન્સ્ટાગ્રામ કે ટ્વિટર પર બ્લૂ ટિકમાં તમે મોટી માયાજાળમાં ફસાઇ શકો છો. તમે ઇચ્છો છો કો તમારા નામની આગળ બ્લૂ ટિક લાગે તો તમે સીધા જ એકાઉન્ટમાં એપ્લાય કરી શકો છો. ત્યારબાદ કંપની તમારી પ્રોફાઇલ જોઇને રિવ્યૂ કરીને તમને જણાવે છે કે બ્લૂ ટિક માટે પરફેક્ટ છો કે નહીં.
તમને જણાવી દઇએ કે જ્યારે ઇન્સ્ટાગ્રામ પર બ્લૂ ટિક માટે એપ્લાય કરો છો તો થઇ શકે છે કે તમને ઇન્સ્ટાગ્રામમાંથી મળતા નામથી કોઇનો મેસેજ આવે. આમાં લખેલું હોય છે કે..અમે તમારું એકાઉન્ટ રિવ્યૂ કર્યુ છે અને તમે બ્લૂ ટિક માટે પરફેક્ટ છો. મેસેજમાં આગળ ફોલો કરવાની વાત જણાવે છે. તમે એકાઉન્ટ ચેક કરશો તો તમને જાણ થશે કે ફોલોઅર લાખોમાં છે. આમ તમે એક વાર એ ક્રોસ ચેક કરી લો કે ફેક છે કે નહીં..