

ઓછી કિંમતમાં શાનદાર ફોન માટે પોપ્યુલર કંપની ઈનફિનિક્સ નવો સ્માર્ટ ફોન લાવવાની તૈયારીમાં છે. ફ્લિપકાર્ટ (flipkart) દ્વારા જાહેર થયેલા ટિઝરથી માલુમ થાય છે કે, કંપની 6 માર્ચે Infinix S5 Pro લોન્ચ કરવાની છે. આ ફોનના કેમેરાના ફિચર્સ સામે આવ્યા છે, જેમાં ખબર પડે છે કે, કંપની દર વખતની જેમ આ વખતે પણ કેમેરા પર ફોકસ કરી રહી છે. ઈનફિનિક્સે આ પહેલા પણ સસ્તો ફોન લોન્ચ કર્યો છે, સાથે શાનદાર ફિચર્સ આપવામાં પણ કોઈ સમજોતો નથી કર્યો.


આગામી સમયમાં આવનાર નવો ફોન Infinix S5 Proના નવા ટિઝરમાં કંપનીએ #Banao Apni Pehchanનો ઉપયોગ કર્યો છે. આપવામાં આવેલી જાણકારીથી કન્ફર્મ થાય છે કે, ફોનમાં 48 મેગાપિક્સલનો AI ટ્રિપલ રિયર કેમેરા આપવામાં આવ્યો છે. આ સિવાય ફોનના ફ્રન્ટમાં સેલ્ફી માટે 16 મેગાપિક્સલનો પોપ-અપ સેલ્ફી કેમેરા મળશે. આ સિવાય ફોનમાં 6.53 ઈંચની FHD+ ડિસપ્લે પણ આપવામાં આવી છે.


આ પહેલા પણ લોન્ચ થયો સસ્તો ત્રણ કેમેરાવાળો ફોન<br />ઈનફિનિક્સે થોડા સમય પહેલા બજેટ સ્માર્ટફોન Infinix Hot 8 લોન્ચ કર્યો હતો. સસ્તો હોવાની સાથે આ ફોનમાં શાનદાર કમાલના ફિચર્સ આપવામાં આવ્યા થે. કંપનીએ આ સ્માર્ટફોનની કિંમત માત્ર 6,999 રૂપિયા રાખી, પરંતુ તેમાં પણ ટ્રિપલ કેમેરા જેવા ફિચર્સ આપવામાં આવ્યા.


ફોનમાં 6.52 ઈંચનો HD+ ડિસપ્લે આપવામાં આવ્યો છે. જેનું રિઝોલૂશન 1600x720 પિક્સલ છે. આ ફોનમાં 4 જીબી રેમ સાથે 64 જીબીની સ્ટોરેજ મળશે, જેથી 256 જીબી સુધી વધારવામાં આવી શકે છે. આ ફોનમાં ત્રણ રિયર કેમેરા આપવામાં આવ્યા છે, જેમાં એક કેમેરા 13 મેગાપિક્સલનો, બીજો કેમેરા 2 મેગાપિક્સલના ડેફ્થ માટે છે, જ્યારે ત્રીજો લો લાઈટ માટે છે. જ્યારે સેલ્ફી માટે ફોનમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.