ઇન્ફિનિક્સે ભારતમાં તેના બજેટ સ્માર્ટફોન એસ 4 ના નવા વેરિઅન્ટને લોન્ચ કર્યો છે. કંપનીએ આ પહેલા મે મહિનામાં ફક્ત 3 જીબી + 32 જીબી વેરિએન્ટ રજૂ કર્યા હતા, પરંતુ હવે ગ્રાહકો 4 જીબી + 64 જીબી વેરિએન્ટ પણ ખરીદી શકે છે. આ નવા વેરિએન્ટની કિંમત 10,999 રૂપિયા છે, પરંતુ ફ્લિપકાર્ટ બિગ ફ્રીડમ સેલમાં તેને 8,999 રૂપિયાની શરુઆતી કિંમતમાં ખરીદી શકાય છે. 3 જીબી + 32 જીબી વેરિએન્ટ વિશે વાત કરો તો તેને સેલમાં 7,999 રૂપિયામાં ખરીદી શકાય છે.