જાપાની ઓટોમેકર ટોયોટાએ બુધવારે તેની પ્રથમ CNG કાર, Glanza CNG લૉન્ચ કરી અને કંપનીએ એ પણ જાહેરાત કરી કે અર્બન ક્રુઝર હાઇડર પણ CNG સાથે લૉન્ચ કરવામાં આવશે. ફેક્ટરી ફીટ સીએનજી કીટ સાથે લોન્ચ થનારી આ ભારતમાં પ્રથમ મિડસાઇઝ એસયુવી છે. કંપનીએ આ વાહનનું બુકિંગ પણ શરૂ કરી દીધું છે અને તેને 25,000 રૂપિયાની ટોકન રકમથી બુક કરાવી શકાય છે.
CNG કીટની વાત કરીએ તો, આ વાહનમાં મારુતિ-સોર્સ્ડ 1.5-લિટર K15C, ચાર-સિલિન્ડર એન્જિનનો ઉપયોગ કરવામાં આવશે અને તે જ એન્જિન મારુતિ અર્ટિગા અને XL6 CNGમાં પણ ઉપલબ્ધ છે. કંપનીએ Hyryder CNGના પાવર ફિગરનો ખુલાસો નથી કર્યો, પરંતુ જાણકારી અનુસાર, આ એન્જિન XL6માં CNG મોડમાં 88hp અને 121.5Nmનો પાવર જનરેટ કરે છે.
કંપનીએ એ પણ જાહેર કર્યું કે Hyryder CNG એ SUVના મિડ-સ્પેક S અને G ટ્રિમ્સમાં ઓફર કરવામાં આવશે. તેનું જી ટ્રીમ ફુલ-એલઇડી હેડલેમ્પ્સ, 17-ઇંચ એલોય વ્હીલ્સ, 9-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ, એમ્બિયન્ટ લાઇટિંગ અને સાઇડ અને કર્ટન એરબેગ્સ જેવી સુવિધાઓથી સજ્જ છે. Hyryder CNG બાદ મારુતિ તેના ગ્રાન્ડ વિટારાનું CNG વર્ઝન પણ લોન્ચ કરી શકે છે.