ભારતીય મોબાઇલ ગેમ્સ ઉદ્યોગ ખૂબ જ ઝડપથી વિકસી રહ્યો છે. ભારત વિશ્વમાં મોબાઇલ ગેમિંગ માટે ટોચના પાંચ દેશમાંનો એક છે. આ ઉદ્યોગ હાલમાં 890 મિલિયન ડૉલર (£ 680 મિલિયન) કરતાં વધુ મૂલ્ય ધરાવે છે. એક અંદાજ પ્રમાણે આ ઉદ્યોગ 2020 સુધીમાં 1 બિલિયન (£ 760 મિલિયન) મૂલ્યનો થઇ જશે અને લગભગ 628 મિલિયન વપરાશકર્તાઓ હશે. મોટાભાગના ભારતીય મોબાઇલ ગેમર્સ પાસે એન્ડ્રોઇડ ફોન હોય છે, કારણ કે એપલ ફોન ખૂબ ખર્ચાળ છે, તેથી મોટાભાગે એન્ડ્રોઈડમાં ગેમ્સ ડાઉનલોડ થાય છે. ચાલો આપણે ભારતમાં સૌથી લોકપ્રિય 5 મોબાઇલ ગેમ્સ પર એક નજર કરીએ.
1.) Ludo King- આ ગેમ મહાભારતના સમયમાં રમાતી ગેમ ચોપાટ પર આધારીત છે. આ ગેમમાં ક્યૂબથી પોતાની કુકરીઓને ગેમ-બૉર્ડના મધ્યમાં દાખલ કરવાની હોય છે. જે ખેલાડી પ્રથમ પોતાની કુકરીઓને બોર્ડના મધ્યમાં પહોંચાડે તે બને છે લૂડો કિંગ. ક્લાસિક રમતને ફોન્સ માટે આધુનિક બનાવવામાં આવી છે અને રમવાના વિવિધ રસ્તાઓ પણ છે. તમે ઑફલાઈન કૉમ્પ્યુટર તેમજ ફેમિલી સાથે રમી શકો છો તેમજ ઑનલાઈલ વિશ્વનાં વિવિધ ખેલાડીઓ સાથે પણ રમી શ્રેષ્ઠ ખેલાડી બની શકો છો. 100 મિલિયન કરતાં પણ વધુ ગેમર્સ આ ગેમ રમવાનું પસંદ કરે છે જેમાં ભારતીય ગેમર્સનો પણ સમાવેશ થાય છે. આ ગેમને 1.7 મિલિયન લોકોએ 5 માંથી 4.4 રિવ્યૂ આપ્યા છે જે સાબિત કરે છે કે Ludo king ગેમ ભારતમાં ખુબ જ લોકપ્રિય છે.
2.) PlayerUnknown's BattleGround- PUBG એક ઑનલાઇન બેટલ રોયલ રમત છે જ્યાં 100 ખેલાડીઓ એક વિમાનમાંથી કુદકો મારી, નક્કી કરેલી જગ્યાએ લેન્ડ કરી, પોતાના હથિયારો શોધી કાઢે છે. ત્યારબાદ તેમાં એકબીજાને શોધી મારવાના હોય છે. આ ગેમ પ્લે એક દૂરના ટાપુ પર થાય છે જે થોડી થોડી વારે સંકોચાય છે, અને જે ખેલાડીઓને નાના પ્લે ઝોનમાં ફેરવે છે. ખેલાડીઓ કાં તો સોલો રમી શકે છે અથવા તેઓ યુદ્ધ જીતવાની વધુ સારી તક ધરાવતા મિત્રો સાથે મળીને રમી શકે છે. PUBG મોબાઇલ ગેમ હાલમાં ભારતમાં ત્રીજી સૌથી લોકપ્રિય મોબાઇલ ગેમ છે. PUBG આ વર્ષની શરૂઆતમાં જ રીલિઝ થઈ છે એ છતાં તે 3.3 મિલિયનના 4.4 રિવ્યુ સાથે સૌથી વધુ લોકપ્રિય ગેમમાંની એક છે.
3.) Coin Master- વિશ્વભરનાં કરોડો ગેમર્સ એકબીજા સાથે યુદ્ધ કરે છે પોતાનું શ્રેષ્ઠ વાઈકિંગ સામ્રાજ્ય, શક્ય તેટલું, સ્થાપિત કરવા માટે. એક સ્ટ્રેટેજી ગેમ જેમાં મજબૂત ટાઉન બાંધવા અને લેવલમાં આગળ વધવા માટે કોઈન્સની જરૂર પડે છે અને કોઈન્સને વિવિધ રીતે કમાવવામાં આવે છે. અન્ય ખેલાડીઓના ટાઉનને હરાવવું અને તેમની લૂંટ ચોરી લેવી એ મુખ્ય હેતુઓમાંના એક છે. આખરે સૌથી મજબૂત ટાઉન અને સૌથી વધુ લૂંટ જેની પાસે છે, તે બન્યો કોઈન માસ્ટર ! ગેમ હંમેશા એક સ્ટ્રેટેજી રાખે છે કે, ગેમર્સ ગેમ રમી શકે પણ, શ્રેષ્ઠ વાત એ છે કે ગેમર્સ તેને તમામ સમયે ન રમી શકે. કેમ કે, 50 કોઈનના એક સ્લોટને સ્પિન થતાં 10 કલાકનો સમય લાગે છે. Coin Masterને 6 લાખ 18 હજાર રિવ્યુ સાથે 4.5 રેટિંગ છે.
4.) Clash of Royale- આ એક રીઅલ-ટાઇમ મલ્ટિપ્લેયર ગેમ છે જેમાં દુશ્મનોને હરાવવા ડઝનેક કાર્ડ્સ ભેગા કરવાં અને તેને અપગ્રેડ કરવાં એ મુખ્ય હેતુ છે. આ ગેમ ક્લેશ ઑફ કલેન્સના નિર્મતાઓ દ્વારા બનાવવામાં આવી હતી. ગેમમાં બે ગેમર્સ વિશ્વના કોઈ પણ ખુણેથી રમતા હોવાથી આ ગેમ રમવા માટે નેટવર્ક કનેક્શન જરૂર છે. વિરોધીઓને હરાવીને સંગ્રહ થતાં તમારા કાર્ડ તેમજ બિલ્ડ અને કાર્ડને અપગ્રેડ કરવું એ તમારી ગેમની પ્રગતિમાં સહાય કરે છે. ખેલાડીઓ કલેનની રચના કરવા તેમનાં મિત્રો સાથે વાતચીત કરી શકે છે. કલેન કાર્ડ્સ શેર કરી શકે છે અને પોતાના યુદ્ધ સમુદાયને બનાવી શકે છે. તેમજ કલેનના સભ્યો એકબીજાને ખાનગીમાં પડકારવા માટે પણ સક્ષમ છે. રીઅલ-ટાઇમ સ્ટ્રેટેજી અને મિત્રો વચ્ચેની ક્રિયા-પ્રતિક્રિયાએ ક્લેશ રોયલને ભારતમાં સૌથી વધુ સુપ્રસિદ્ધ ગેમમાંની એક બનાવી છે. clash Royale ને 23 મિલિયન રિવ્યુ સાથે 5માંથી 4.6 સ્ટાર રેટિંગ છે.
5.) Mobile Legends Bang Bang- આ એક 5V5 MOBA ઑનલાઈન ગેમ છે જેમાં આપણા વિરોધી ગેમર્સ જે પણ માણસ જ હોય છે તેમને હરાવવાના હોય છે. મોબાઈલ લેજેન્ડસ્: બેંગ બેંગ ! જેમાં તમારો પ્રિય હીરો પસંદ કરી, પરફેક્ટ ટીમ બનાવો અને 10 સેકન્ડના મેચ મેકિંગ પછી કરો 10 થી 15 મિનીટનું યુદ્ધ. આ ગેમમાં 3 લેન હોય છે. જેમાં આપણા અને વિરોધીઓનાં ટાવર હોય છે, જે ટીમ બધાં ટાવરને તોડતાં અને વિરોધી ગેમર્સને મારતાં મારતાં અંતિમ ટાવર તોડી નાખે તે ટીમ વિજેતા બને છે. આ ગેમમાં મુખ્યત્વે 3 અલગ મોડ છે. Rank મોડ એ આ ગેમમાં ખુબ મહત્વનો છે. આ મોડમાં 7 લેવલ, જેમાં એક લેવલમાં 5 સ્ટાર, એવી રીતે જેનાં લેવલમાં જેટલા સ્ટાર તે પ્રમાણે તેનું વિશ્વના ગેમર્સમાં રેંકિંગ થાય. આ મોડમાં પ્લેયર માત્ર પોતાની આગળ-પાછળના લેવલવાળા પ્લેયર સાથે ગેમ રમી શકે છે. Rank મોડની ગેમ હારવાથી પ્લેયરનો એક સ્ટાર ઓછો થાય છે અને જીતવાથી એક સ્ટાર વધે છે. classic મોડમાં રેંકિંગ હોતું નથી. તેમજ બધા લેવલનાં પ્લેયરો આ મોડમાં એકબીજા સાથે રમી શકે છે. જેમાં એક વાર પસંદ કરેલ હીરો નિર્ધારિત સમય પછી બદલી શકાશે નહિં. brawl મોડમાં ગેમ શરૂઆતમાં જ તમને બે પ્લેયરમાંથી એક સિલેક્ટ કરવા માટે આપે છે. જો કે આ મોડ બીજા મોડ કરતાં નાનો છે કેમકે તેમાં રમવા માટે માત્ર એક જ લેન હોય છે. આ સિવાય ગેમમાં નવા નવા સિઝનલ મોડ પણ આવે છે. જેનો ગેમપ્લે રમુજ હોવાથી ગેમર્સમાં તે ઘણો લોકપ્રિય છે.