Home » photogallery » tech » Hyundai Santro: ભારતમાં સમાપ્ત થઈ સેન્ટ્રોની સફર, વાંચો દેશની સૌથી સફળ ફેમિલી કારની સ્ટોરી

Hyundai Santro: ભારતમાં સમાપ્ત થઈ સેન્ટ્રોની સફર, વાંચો દેશની સૌથી સફળ ફેમિલી કારની સ્ટોરી

Hyundaiએ પોતાની પોપ્યુલર હેચબેક કાર Santroનું પ્રોડક્શન બંધ કર્યું છે. તેનું નિર્માણ તમિલનાડુ સ્થિત કંપનીના પ્લાન્ટમાં કરવામાં આવતું હતું. પહેલી વખત તેને 1998માં લોન્ચ કરવામાં આવી હતી. સેન્ટ્રોને લીધે જ કોરિયન કાર કંપનીને ભારતમાં ઘણી લોકપ્રિયતા મળી હતી.

विज्ञापन

  • 17

    Hyundai Santro: ભારતમાં સમાપ્ત થઈ સેન્ટ્રોની સફર, વાંચો દેશની સૌથી સફળ ફેમિલી કારની સ્ટોરી

    Hyundai Santro ભારતીય બજારમાં વેચાતી એક પોપ્યુલર કાર છે. આ ફેમિલી કારને પહેલી વખત 1998માં લોન્ચ કરવામાં આવી હતી. પોતાના ટોલ બોય ડિઝાઈન, મોટી કેબિન અને પાવરફુલ એન્જિનને લીધે જ તે ભારતમાં ઓછા સમયમાં ઘણી પોપ્યુલર થઈ ગઈ. આ ઉપરાંત, દક્ષિણ કોરિયન કાર નિર્માતાએ બોલિવુડ સુપરસ્ટાર શાહરુખ ખાન (Shah Rukh Khan)ને પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો હતો. આ પગલાથી સેન્ટ્રોને પોપ્યુલર બનાવવામાં મદદ મળી અને તે દેશમાં એક ઘરેલુ નામ બની ગયું.

    MORE
    GALLERIES

  • 27

    Hyundai Santro: ભારતમાં સમાપ્ત થઈ સેન્ટ્રોની સફર, વાંચો દેશની સૌથી સફળ ફેમિલી કારની સ્ટોરી

    1998માં પહેલી વખત લોન્ચ થયા બાદથી અત્યારસુધીમાં સેન્ટ્રોને ઘણી વખત અપડેટ કરીને રજૂ કરવામાં આવી છે. સૌથી પહેલા 2014માં ફર્સ્ટ જનરેશન મોડલને બંધ કર્યા પછી કંપની 2018માં તેનું સેકન્ડ જનરેશન વેરિઅન્ટ લાવ્યું. શરૂઆતમાં નવી સેન્ટ્રોને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો, બાદમાં તેનું વેચાણ ઘટી ગયું.

    MORE
    GALLERIES

  • 37

    Hyundai Santro: ભારતમાં સમાપ્ત થઈ સેન્ટ્રોની સફર, વાંચો દેશની સૌથી સફળ ફેમિલી કારની સ્ટોરી

    Santroને ભારતમાં પહેલીવાર 1998માં દિલ્હી ઓટો એક્સપોમાં શોકેસ કરવામાં આવી હતી. કંપનીએ તમિલનાડુમાં ચેન્નાઈ નજીક હ્યુન્ડાઈના શ્રીપેરુમ્બુદુર પ્લાન્ટમાં તેનું પ્રોડક્શન શરૂ કર્યું. આ ટોલ-બોય ફેમિલી હેચ ઓફિશિયલી 23 સપ્ટેમ્બર 1998ના ભારતમાં 2.99 લાખ રૂપિયાની એક્સ-શોરૂમ કિંમતે લોન્ચ કરવામાં આવી હતી. ભારતમાં તેને એટલો સારો પ્રતિસાદ મળ્યો હતો કે પ્રથમ બે વર્ષમાં 60,000 યુનિટ્સ વેચાયા હતા.

    MORE
    GALLERIES

  • 47

    Hyundai Santro: ભારતમાં સમાપ્ત થઈ સેન્ટ્રોની સફર, વાંચો દેશની સૌથી સફળ ફેમિલી કારની સ્ટોરી

    સેન્ટ્રોના પ્રથમ મોડલની સફળતા પછી કંપનીએ 2003માં ભારતમાં Hyundai Santro Xing લોન્ચ કરી હતી. તેને ઘણા નવા ફીચર્સ અને અપડેટ એન્જિન સાથે ઘણા કોસ્મેટિક અપડેટ મળ્યા. Santro Xingમાં 1.1-લિટર પેટ્રોલ એન્જિન હતું. Hyundai Santro Xing ને પણ ખૂબ સારો રિસ્પોન્સ મળ્યો. આ પછી કંપનીએ તેના ઘણા વેરિઅન્ટ લોન્ચ કર્યા.

    MORE
    GALLERIES

  • 57

    Hyundai Santro: ભારતમાં સમાપ્ત થઈ સેન્ટ્રોની સફર, વાંચો દેશની સૌથી સફળ ફેમિલી કારની સ્ટોરી

    ફર્સ્ટ જનરેશન હ્યુન્ડાઈ સેન્ટ્રોનું પ્રોડક્શન અને વેચાણ ડિસેમ્બર 2014માં બંધ કરવામાં આવ્યું, જ્યારે આ નાની ફેમિલી હેચબેકને 17 વર્ષની સારી મેરેથોન દોડ પછી જાન્યુઆરી 2015માં સત્તાવાર રીતે બંધ કરવામાં આવી હતી. કંપનીએ આ પગલું Hyundai Eon, i10 અને Elite i20 જેવા નવા મોડલની લોકપ્રિયતા વધારવા માટે લીધું હતું.

    MORE
    GALLERIES

  • 67

    Hyundai Santro: ભારતમાં સમાપ્ત થઈ સેન્ટ્રોની સફર, વાંચો દેશની સૌથી સફળ ફેમિલી કારની સ્ટોરી

    લગભગ ચાર વર્ષ પછી સેન્ટ્રોએ ઓક્ટોબર 2018માં ભારતમાં વાપસી કરી. તેનું નવું મોડલ જૂના મોડલની સરખામણીમાં ઘણું અલગ હતું. જો કે, તે હજુ પણ ટોલ-બોય ડિઝાઇન હતી અને તેને કંપનીના પોર્ટફોલિયોમાં તેને એન્ટ્રી-લેવલ કાર તરીકે રજૂ કરવામાં આવી હતી. 2018 હ્યુન્ડાઈ સેન્ટ્રોને 67 એચપી 1.1-લિટર પેટ્રોલ એન્જિન સાથે રજૂ કરવામાં આવી હતી અને તે ફેક્ટરી-ફિટેડ CNG કિટ સાથે પણ ઉપલબ્ધ હતી.

    MORE
    GALLERIES

  • 77

    Hyundai Santro: ભારતમાં સમાપ્ત થઈ સેન્ટ્રોની સફર, વાંચો દેશની સૌથી સફળ ફેમિલી કારની સ્ટોરી

    નવા સેન્ટ્રો મોડલને શરૂઆતમાં ભારતીય બજારમાં સારો રિસ્પોન્સ મળ્યો, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં તેના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો થયો. આ પછી હવે કંપનીએ ફરી એકવાર સેન્ટ્રોને બંધ કરવાનો નિર્ણય લીધો છે. Hyundai Santroની છેલ્લી રેકોર્ડ કિંમત 4.90 લાખ રૂપિયાથી 6.42 લાખ રૂપિયા, એક્સ-શોરૂમ વચ્ચે હતી.

    MORE
    GALLERIES