હ્યુન્ડાઇએ ક્રેટાનાં 7 પ્રકારોE, E+, S, SX, SX Dual Tone, SX (O), અને SX (O) Executive ઉતાર્યા હતા. આમાં બે ટ્રીમ બેઝ વેરિએન્ટ ઇ અને એસને બંધ કરી દીધા હતા. ત્યારબાદ ઇ + ટ્રિમ ક્રેટાનું એન્ટ્રી લેવલ વેરિયેએન્ટ બની ગયુ. તે જ સમયે હવે ક્રેટાએ ઇ + વેરિએન્ટની ઉપર એક નવું વેરિયન્ટ EX લોન્ચ કર્યુ છે. ક્રેટા ઇ ટ્રિમની કિંમત 9 .60 લાખ રૂપિયા અને ઇ + 9.99 લાખ રૂપિયા છે.
ક્રેટાએ ઇએક્સ ટ્રિમને પેટ્રોલ અને ડીઝલ બંનેમાં લોન્ચ કર્યું છે. જ્યારે પાછળના ફોગ લેપ્સ સાથે એલઇડી ડીઆરએલ, રિયર સીટ, આર્મરેસ્ટ, કપ હોલ્ડર્સ, પાછળની તરફ એડેજેસ્ટેબલ સીટ જેવા ફિચર થશે. આ ઉપરાંત મેપ લાઇટ, સન ગ્લાસ હોલ્ડર, બે ટ્વિટર્સ, 5 ઇચ ટચસ્ક્રીન ઓડિયો સિસ્ટમ, સ્ટીયરીંગ માઉન્ટ કંન્ટ્રોલ, ફ્રન્ટ યૂએસબી ચાર્જિંગ સોકેટનું ફિચર પણ મળશે.
સુરક્ષા વિશે વાત કરીએ તો ટ્રીમ EBD સાથે એસબીએસ, એરબેગ્સ , પાછળના પાર્કિંગ કેમેરા પણ મળશે. ક્રેટા EX માં1.6-લીટર પેટ્રોલ એન્જિન મળશે, જે 123 PS નો પાવર અને 154 એનએમ ટોર્ક શક્તિ જનરેટ કરે છે. આ ઉપરાંત, 1.4 લિટર ડીઝલ એન્જિન હશે, જે 90 પીએસ પાવર અને 224 એનએમની શક્તિ આપે છે. પેટ્રોલ એક્સ વેરિઅન્ટની કિંમત રૂ. 10.85 લાખ રુપિયા થશે અને ડીઝલ એક્સની કિંમત 11 લાખ રૂપિયા હશે.
ક્રેટા આ વર્ષે મે મહિનામાં તેના સબ-કોમ્પેક્ટ એસયુવી વેન્યૂને લોન્ચ કરશે. વેન્યૂએ દેશની પહેલી એવી કાર હશે, જે કનેક્ટેડ સુવિધા સાથે આવશે. આ માટે હુન્ડાઇએ ખાસ કરીને વોડાફોન સાથે જોડાણ કર્યું છે. વેન્યૂને 17 મી એપ્રિલે ન્યૂયોર્કથી શરૂ થતા આંતરરાષ્ટ્રીય મોટર શોમાં ડેબ્યૂ કરવામાં આવશે. વેન્યૂમાં 1.4 લીટર ડીઝલ એન્જિન અને 1 લીટર ટર્બોચાર્જ્ડ 3 સિલિન્ડર પેટ્રોલ એન્જિન મળશે.